Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો, 1 મહિના પહેલાં કરતાં ₹16,090 સસ્તું થયું સોનું!
ગુજરાતમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા દિવસોના ભાવની સરખામણીમાં સોનાના બજારમાં ઉતાર-ચઢાવ યથાવત્ છે. જાણો ગુજરાતના 10 મુખ્ય શહેરોમાં સોનાના આજના તાજા ભાવ અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF વચ્ચેનો ખર્ચનો તફાવત.

આજની તારીખ 28 નવેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,27,910 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,17,250 અને 95,930 છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 19 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,30,740 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,19,850 અને 98,060 હતો. (Image Source | Groww)

ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ 25 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,23,330 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,13,050 અને 92,500 છે. (Image Source | Groww)

અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (28 નવેમ્બર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,17,250 છે. (Image Source | Groww)

આજે 24K સોનાનો ભાવ ₹1,27,910 છે. જ્યારે 28 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,44,000 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹16,090 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,27,910.00 અને 3% GST (₹3,837.30) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,49,689.70 થી ₹1,61,366.60 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,28,549.55 થી ₹1,29,189.10 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | AI Generated)
આ પણ વાંચો, PM Mudra Yojana : કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ મળશે ₹20 લાખ સુધીની લોન, જાણો કોણ કરી શકે અરજી
