AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Birla House: મુંબઈના પોશ વિસ્તારમાં આવેલું છે અનન્યા બિરલાનું આલીશાન ઘર, ફોટા જોઈને આંખો થઈ જશે પહોળી,જુઓ ફોટા

અનન્યા બિરલા જાણીતી ભારતીય બિઝનેસવુમન, ઉદ્યોગસાહસિક અને કલાકાર છે. તેઓ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને નીરજા બિરલાની પુત્રી છે. માત્ર 17 વર્ષની ઉંમરે તેમણે Svatantra Microfinની સ્થાપના કરી હતી. બિઝનેસ ઉપરાંત સંગીત ક્ષેત્રે પણ તેમણે પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમની લક્ઝરી લાઇફસ્ટાઇલ અને શાહી ઘર પણ ચર્ચામાં રહે છે. તો આજે આપણે માલાબાર હિલમાં આવેલું શાહી ઘરના ફોટા જોઈશું.

| Updated on: Nov 28, 2026 | 3:02 PM
Share
અનન્યા બિરલાનું મુંબઈ સ્થિત ઘર કોઈ શાહી મહેલથી ઓછું નથી લાગતું. ઘરની બહારની ડિઝાઇનમાં યુરોપિયન અને ક્લાસિકલ આર્કિટેક્ચરની ઝલક જોવા મળે છે. ક્રીમ અને આઇવરી કલરની ઇમારત, સુંદર કોતરણીવાળી દિવાલો અને વિશાળ બારીઓ ઘરની ભવ્યતામાં વધારો કરે છે. ઘરની દરેક ડિઝાઇન લક્ઝરી અને શાહી અંદાજને દર્શાવે છે.

1 / 7
અનન્યા બિરલાના ઘરની આસપાસ સુંદર લેન્ડસ્કેપ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. ગાર્ડનમાં ઊંચાં વૃક્ષો, વિવિધ પ્રકારના લીલાછમ છોડ અને વ્યવસ્થિત રીતે ઉગાડવામાં આવેલી ઝાડીઓ જોવા મળે છે. ઘરની આઇવરી કલરની દિવાલોની આસપાસ ફેલાયેલી હરિયાળી તેને વધુ આકર્ષક બનાવે છે. પ્રકૃતિની નજીક રહેવાનો સુંદર અનુભવ અહીં મળે છે.

2 / 7
ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રવેશતાં જ વિશાળ ગણેશજીની મૂર્તિ અને સુંદર ઝૂમર ધ્યાન ખેંચે છે. ઘરના પ્રવેશદ્વારથી અંદર જતાં વિશાળ લોબી જોવા મળે છે. ઊંચી છત, આરસના મોટા સ્તંભો અને શાનદાર ક્રિસ્ટલ ઝૂમર આ જગ્યાને મહેલ જેવો દેખાવ આપે છે. અહીં લક્ઝરીની સાથે પરંપરાની ઝલક પણ જોવા મળે છે.

3 / 7
અનન્યા બિરલાના ઘરની લોબીમાં યુરોપિયન અને ક્લાસિકલ ઇન્ટિરિયરની સુંદર ઝલક જોવા મળે છે. અહીં ડાર્ક વુડન ફર્નિચર, સુંદર કોતરણીવાળી વસ્તુઓ અને આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું છે. ફ્લોરિંગની ડિઝાઇન પણ ખાસ ધ્યાન ખેંચે છે. લાઇટિંગ અને ફર્નિચરનું કોમ્બિનેશન આ જગ્યાને શાહી અને આકર્ષક લુક આપે છે.

4 / 7
અનન્યા બિરલાના ઘરના કિચનમાં આધુનિક ડિઝાઇન અને આકર્ષક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કિચનમાં ડાર્ક વુડન ફિનિશ સાથે લાઇમ ગ્રીન કલરની કેબિનેટ લગાવવામાં આવી છે. પોલિશ્ડ સ્ટોનની સપાટી અને સ્ટેનલેસ સ્ટીલનાં ઉપકરણો તેની સુંદરતા વધારે છે. કિચનની વચ્ચે મોટો આઇલેન્ડ કાઉન્ટર છે, જેમાં ગેસ હોબ પણ લગાવવામાં આવ્યો છે.

5 / 7
અનન્યા બિરલાના ઘરના ગાર્ડનમાં વિક્ટોરિયન સ્ટાઇલના સુંદર ગાર્ડન ગેઝેબો બનાવવામાં આવ્યા છે. તેમાં બારીક મેટલવર્ક, આકર્ષક કમાન આકારની ડિઝાઇન અને ટર્કોઇઝ-ગ્રીન રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગેઝેબો ઘરના ગાર્ડનની સુંદરતામાં વધારો કરે છે. પરિવારના સભ્યો અને મહેમાનો સાથે સમય પસાર કરવા માટે આ જગ્યા ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.

6 / 7
અનન્યા બિરલાના સમગ્ર ઘરમાં યુરોપિયન ક્લાસિકલ અને નિયોક્લાસિકલ ડિઝાઇનનો પ્રભાવ જોવા મળે છે. ઊંચી છત, આકર્ષક ઝૂમર, કોતરણીવાળું ફર્નિચર, લાકડાનું ઇન્ટિરિયર અને વિશાળ જગ્યાઓ ઘરને રોયલ લુક આપે છે. પરંપરાગત સ્થાપત્ય સાથે આધુનિક સુવિધાઓનો સુંદર સમન્વય આ ઘરને ખાસ બનાવે છે. ઘરની દરેક જગ્યામાં લક્ઝરી અને કલાત્મકતાની ઝલક જોવા મળે છે. ( All Image : Farah Khan Youtube channel )

7 / 7

ઈમરાન હાશ્મીની ‘Gunmaaster G9’નો બનશે પાર્ટ 2? ક્લાઈમેક્સે વધાર્યું સસ્પેન્સ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન

વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન

દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું

જામનગરમાં બસ કંડક્ટરે વિદ્યાર્થી સાથે દાદાગીરી કર્યાનો આરોપ!

ચોથા દિવસે પણ મૃતદેહનો સ્વીકાર નહીં, પથુભા કેસમાં પરિવારનો વિરોધ

વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના! વિદ્યાર્થીઓએ કરી ફરિયાદ

આજનું રાશિફળ: 28 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?

બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો

ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ

ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ

g clip-path="url(#clip0_868_265)">