Breaking News Gold Silver ETF: Gold ETFએ કરી દીધો કમાલ, એક જ અઠવાડિયામાં આપ્યુ તગડુ રિટર્ન
Gold Silver ETF: ગોલ્ડ ETF તેમના અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયા છે. ત્યારે કયા એ 5 ETF છે જેણે આ અઠવાડિયે સારુ રિટર્ન આપ્યું છે ચાલો જાણીએ. આ અઠવાડિયે સારુ રિટર્ન આપતી કંપનીઓમાં Kotak Gold Silver Passive FoF Dir સહિત આ બીજી 2 કંપની પણ છે ચાલો જાણીએ તેના વિશે

સોમવારે સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે, આ ઘટાડાની અસર ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (GOLD ETF) પર પણ પડી છે. ગોલ્ડ ETF તેમના અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયા છે. ત્યારે કયા એ 5 ETF છે જેણે આ અઠવાડિયે સારુ રિટર્ન આપ્યું છે ચાલો જાણીએ. આ અઠવાડિયે સારુ રિટર્ન આપતી કંપનીઓમાં Kotak Gold Silver Passive FoF Dir, Edelweiss Gold and Silver ETF FoF Dir, Tata Gold ETF સહિત આ બીજી 2 કંપની પણ છે ચાલો જાણીએ તેના વિશે

Kotak Gold Silver Passive FoF Dir: કોટકના આ ETFએ માત્ર એક જ અઠવાડિયામાં 9.77%નું રિટર્ન આપ્યું છે તેમજ એક મહિનામાં 33.94%નું રિટર્ન આપ્યું છે. આ સાથે આ ETF 23 કંપની માંથી પહેલા નંબર પર છે

Edelweiss Gold and Silver ETF FoF Dir: આ કંપનીના ETFએ પણ આ અઠવાડિયા દરમિયાન 9.49%નું તગડુ રિટર્ન આપ્યું છે તેમજ 1 વર્ષમાં આ કંપનીના ETFએ 155.38% રિટર્ન આપીને રોકાણકારોને ખુશ કરી દીધા છે. આ કંપની 23 કંપનીમાં બીજા નંબર પર છે.

Tata Gold ETF: ટાટાનો આ ETF પણ સારુ પ્રદર્શન કરી રહ્યો છે આ ETFએ એક અઠવાડિયામાં 9.37% આપ્યું છે. તેમજ એક વર્ષમાં 93.21% રિટર્ન આપ્યું છે. આ સાથે કંપની 46 ETFમાંથી ત્રીજા નંબર પર છે.

Motilal Oswal Gold and Silver Passive FoF Dir: આ ETFએ પણ એક અઠવાડિયામાં 9.22% રિટર્ન આપ્યું છે. તેમજ આ ETFએ એક વર્ષમાં 130% રિટર્ન આપ્યું છે. તેમજ આ કંપનીના ETF 23 ETFમાંથી ત્રીજા નંબર પર છે

Zerodha Gold ETF: આ કંપનીના ETFએ માત્ર એક જ અઠવાડિયામાં 9.21%નું રિટર્ન આપ્યું છે. તેમજ એક વર્ષમાં 90.87%નું રિટર્ન આપ્યું છે. આ કંપની 25 કંપનીઓમાં 4 નંબર પર છે.
Gold-Silver Rate Today : પ્રજાસત્તાક દિવસ પર આજે સસ્તું થયું સોનું, જાણો 22 અને 24 કેરેટની કિંમત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
