ચોમાસામાં ન ખાવા જોઈએ આ ફૂડસ, આ વસ્તુ તમને કરી શકે છે બિમાર
Ayurvedic tips: દરેક ઋતુ પ્રમાણે તેને સંબંધિત આહાર પણ બદલાતો હોય છે. દરેક આહાર દરેક ઋતુમાં ફાયદાકારક હોય એવુ જરુરી નથી. ચાલો જાણીએ કે ચોમાસામાં કઈ વસ્તુ ના ખાવી જોઈએ.

દરેક આહાર દરેક ઋતુમાં ફાયદા કારક હોય એવુ જરુરી નથી. ચાલો જાણીએ કે આયુર્વેદ અનુસાર ચોમાસામાં કઈ વસ્તુ ના ખાવી જોઈએ.

નોન-વેજ એટલે કે માંસ ખાવાના શોખીન લોકોએ ચોમાસામાં તે ખાવાનું તાળવુ જોઈએ. નોન-વેજ એક પ્રકારનો ભેજયુક્ત ખોરાક છે અને તે ઝડપથી બગડી જવાની શક્યતાઓ છે. તેથી તે ખાવાનું ટાળો.

આયુર્વેદ અનુસાર ચોમાસામાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનુ ટાળવુ જોઈએ. નિષ્ણાતો કહે છે કે આ સમય દરમિયાન, પાંદડા પર કીટાણુઓ મોટી માત્રામાં એકઠા થાય છે. તમે તેને ખાઈને પોતાને બીમાર પડી શકો છો.

વરસાદના પાણીને કારણે શાકભાજીમાં કીડા પડે છે અને આ કીડા પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે.તેથી રિંગણ અને કોબીજ જેવા શાકભાજી સમજી વિચારીને જ ખાવા જોઈએ.

ચોમાસામાં દૂધ અને દહીંનું સેવન ઓછું કરવું જોઈએ. આ ઋતુમાં પશુઓના ચારા પર ઉગતા જંતુઓ આપણને દૂધ અથવા અન્ય વસ્તુઓ દ્વારા અસર કરી શકે છે.