રામ મંદિર ભૂમિ પૂજનની આજે ત્રીજી વર્ષગાંઠ, ફૂલોથી શણગારવામાં આવશે રામલલાનો ભવ્ય દરબાર
Ram Mandir Bhumi Pujan : અયોધ્યામાં નિર્માણાધિન રામ મંદિર ઝડપથી બનીને તૈયાર થાય તેની રાહ કરોડો રામ ભક્ત જોઈ રહ્યા છે. તે બધા વચ્ચે આજે રામ મંદિર ભૂમિ પૂજનની ત્રીજી વર્ષગાંઠને અયોધ્યામાં ધામધૂમથી ઉજવવામાં આવશે.

9 નવેમ્બર, 2019ના દિવસે સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ પર હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો સંભાવ્યો હતો. તેની સાથે જ 5 ફેબ્રુઆરી, 2020ના દિવસે વડાપ્રધાન મોદીએ શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટ બનાવવાની જાહેરાત કરી હતી.

આજથી 3 વર્ષ પહેલા 5 ઓગસ્ટ, 2020ના રોજ ભવ્ય રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજર કરીને મંદિરની આધાર શિલા મૂકવામાં આવી હતી.

આ ઐતિહાસિક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી અને મોહન ભાગવત સહિત અનેક મહાનુભવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના તસવીરો આજે પણ લોકોને યાદ છે.

છેલ્લા 3 વર્ષમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલ્યું છે, જેને કારણે રામ મંદિરનું 50 ટકા કામ પૂર્ણ થયું છે. હવે જાન્યુઆરી 2024માં રામલલાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે.

ભૂમિ પૂજનની ત્રીજી વર્ષગાંઠના અવસર પર ભગવાનના દરબારને ફૂલોની સજાવવામાં આવશે અને વિવિધ વ્યંજનોના ભોગ લગાડીને પ્રસાદ વિતરિત કરવામાં આવશે.