વિશ્વ વિખ્યાત છે અયોધ્યાની દિવાળી, જાણો કેમ ચર્ચામાં રહે છે ‘Ayodhya Diwali’
Ayodhya Diwali : આવતીકાલે અયોધ્યામાં છઠ્ઠો દીપોત્સવ થવા જઈ રહ્યો છે. અયોધ્યાની દિવાળી દુનિયામાં સૌથી અલગ હોય છે. અયોધ્યાની દિવાળી જોવા દૂર દૂરથી લોકો આવતા હોય છે.

અયોધ્યા ભગવાન રામની જન્મ ભૂમિ છે. તે ભારતના સૌથી પવિત્ર શહેરોમાંથી એક છે. 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યા પાછા આવ્યા હોવાથી અયોધ્યામાં દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. અયોધ્યામાંથી થતી ખાસ દિવાળી જોવા દુનિયાભરના લોકો આવતા હોય છે.

અયોધ્યાની દિવાળી દુનિયામાં સૌથી અગલ હોય છે. અયોધ્યામાં દર વર્ષે ભવ્ય દીપોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. આ અવસર પર લાખોની સંખ્યામાં દીપડા પ્રગટાવવામાં આવે છે.

અયોધ્યામાં સરયૂ નદીના કિનારે હર્ષોઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે. નદી કિનારે પ્રગટાવાતા લાખો દીપવડાને કારણે મન મોહક દ્રશ્ય જોવા મળે છે.

સરયૂ નદીના કારણે દિવાળીના દિવસે હજારો લોકો ભેગા થાય છે. લાખો દીવડા પ્રગટાવવા માટે હજારો વિદ્યાર્થી કામ કરતા હોય છે. આ અવસરે ભવ્ય લાઈટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવે છે.

દિવાળી દરમિયાન રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી મંદિર, નાગેશ્વરનાથ મંદિર, કનક ભગવાન મંદિર, માધુરી કુંજા મંદિર જેવા મંદિરો અને ઘાટને ખુબ સુંદર રીતે શણગારવામાં આવે છે.