Amreli: રવિવારે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ, સાવરકુંડલા સહિતના એસટી બસ સ્ટેશનોની કરાઈ સફાઈ- Photos
Amreli: રાજ્યવ્યાપી 'સ્વચ્છતા હી સેવા' મહા અભિયાનનો પ્રારંભ થયો છે. રવિવારે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત જિલ્લાના અમરેલીના સાવરકુંડલા સહિતના એસટી બસ સ્ટેશન પર સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. 'સ્વચ્છતા હી સેવા' મહા અભિયાન અંતર્ગત આગામી 8 સપ્તાહ સુધી દર રવિવારે વિશેષ થીમ આધારીત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે.

Amreli: આજથી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છા ઝુંબેશ હાથ ધરાઈ છે. આ સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. આગામી 8 સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારીત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

અમરેલી જિલ્લામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના સુચારું આયોજન, અમલ અને કામગીરી અર્થે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

રવિવાર વિશેષ “સ્વચ્છતા હી સેવા" ઝુંબેશ અંતર્ગત અમરેલી એસ.ટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. ઉપરાંત અમરેલી એસ.ટી વિભાગીય નિયામકના માર્ગદર્શન હેઠળ નવા નિર્માણાધિન બસ સ્ટેશન,સાવરકુંડલા એસ.ટી બસ સ્ટેશન સહિતના બસ ડેપોની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

"સ્વચ્છતા હી સેવા" અભિયાનમાં જિલ્લાના એસ.ટી કર્મચારી, સાફ સફાઈ કર્મચારીઓ સહિત સૌ જોડાયા હતા અને વિવિધ બસ સ્ટેશનની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જાહેર જનતા, એન.જી.ઓ સહિત સહર્ષ ભાગ લઈ રહ્યા છે. આ મહા અભિયાનમાં ભાગીદાર બનીને સ્વચ્છાગ્રહી બનવા આહ્વાન કરવામાં આવ્યુ છે. Input credit- Jaydev Kathi- Amreli