સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સરકારનુ નાક દબાવવા પ્રયાસ ! EWS રાજકીય અનામતની માંગ
ગુજરાતમાં SIRની કામગીરી સંપન્ન થયા બાદ, નવી મતદારયાદી બહાર પડશે. આ મતદાર યાદી જાહેર થયા બાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. જો કે, ગુજરાતમાં ફરીએકવાર આર્થિક રીતે નબળા વર્ગની અનામત માટેની માગ બળવતર બની છે.
ગુજરાતમાં SIRની કામગીરી સંપન્ન થયા બાદ, નવી મતદારયાદી બહાર પડશે. આ મતદાર યાદી જાહેર થયા બાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. જો કે, ગુજરાતમાં ફરીએકવાર આર્થિક રીતે નબળા વર્ગની અનામત માટેની માગ બળવતર બની છે. આ અંગેની એક બેઠક ગાંધીનગર સરકીટ હાઉસમાં યોજાઈ હતી. જેમાં પાટીદાર સમાજ, ક્ષત્રીય સમાજ, બ્રહ્મ સમાજ અને સવર્ણ સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો.
વિવિધ સમાજના આગેવાનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ 10 % EWS અનામતની માગણી કરી હતી. જો કે, પાટીદાર સમાજ, ક્ષત્રીય સમાજ, બ્રહ્મ સમાજ અને સવર્ણ સમાજના આગેવાનોએ રાજકીય રીતે પણ 10 % EWS અનામતની માગણી કરી છે તેથી આવનારા દિવસોમાં ફરી એકવાર, અનામતનુ ભૂત ધણી ઉઠશે.
ભૂતકાળમાં ચૂંટણી પંચે, શહેરી વિસ્તારોમાં અનામત પ્રથા લાગુ કરી હતી. એક વોર્ડ દીઠ મતદારોની સંખ્યાને ધ્યાને લઈને, રોટેશન મુજબ સામાન્ય, ઓબીસી, અનુસુચિત જાતિ – અનુસુચિત જનજાતિ, મહિલા અનામત લાગુ કરેલ હતી.
