AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાવ-થરાદમાં નશાના કારોબાર પર SOGની તવાઈ: કરોડોની કિંમતની ટ્રામાડોલ ગોળીઓ સાથે બે ઝડપાયા

વાવ-થરાદમાં નશાના કારોબાર પર SOGની તવાઈ: કરોડોની કિંમતની ટ્રામાડોલ ગોળીઓ સાથે બે ઝડપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2026 | 7:50 PM
Share

બનાસકાંઠાના વાવ-થરાદમાં પ્રતિબંધિત નશાકારક દવાઓ પર SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મેડિકલ લાયસન્સની આડમાં ચાલતા કરોડોના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં નશાના ગેરકાયદે કારોબાર પર SOG પોલીસે લાલ આંખ કરી છે. બે અલગ-અલગ સ્થળોએ પાડેલા દરોડા દરમિયાન આશરે રૂ. 6.89 કરોડની કિંમતની 8,000થી વધુ પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ચોક્કસ બાતમીના આધારે પોલીસે થરાદના માધવ કોમ્પ્લેક્સમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી રૂ. 6.87 કરોડની કિંમતની 7,400 નંગ ટ્રામાડોલ ગોળીઓ મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, ‘સીકોતર મેડિકલ’નો સંચાલક મફાભાઈ રબારી પોતાના લાયસન્સનો દુરુપયોગ કરીને ડીસાથી આ દવાઓ મંગાવતો હતો અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ગેરકાયદે વેચતો હતો.

પોલીસે આ જથ્થો ખરીદનાર ચોથા નેસડા ગામના વિક્રમ રાજપૂતના ત્યાં પણ રેડ કરીને વધુ રૂ. 2.64 લાખની કિંમતની 660 ગોળીઓ જપ્ત કરી છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

અમરનાથ યાત્રામાં અનોખો પ્રયોગ: 400 ટન કચરો અને ખચ્ચરના છાણમાંથી બનાવાશે વીજળી અને ગ્રીન ફ્યુઅલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">