અમદવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ શરૂ થતા મ.ન.પા. એ ટૂંક સમય માટે બ્રિજ બંધ કર્યો છે. નહેરુ બ્રિજ બંધ થતાં સમગ્ર ટ્રાફિક એલિસ બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના કારણે એલિસ બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પિક અવર્સમાં એક કિલોમીટર સુધી ટ્રાફિકજામ થયો હતો.
એલિસ બ્રિજ એ અમદાવાદ ગુજરાતમાં આવેલો લગભગ સો વર્ષ જૂનો પુલ છે તે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ સાથે જોડે છે આ અમદાવાદનો સર્વપ્રથમ પુલ છે જે ૧૮૯૨ માં બાંધવામાં આવ્યો હતો અને પાછળથી 1997માં તેની બંને બાજુએ નવા પુલ બાંધવામાં આવ્યા હતા.
બ્રિજના એક્સપેન્શન જોઈન્ટ બદલવા માટે બંધનહેરુ બ્રિજના એક્સપેન્શન જોઈન્ટ બદલવાના કારણે બ્રિજને 45 દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 13 માર્ચથી 27 એપ્રિલ સુધી બ્રિજ બંધ રહેશે. જોકે, તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાઓ અંગે અગાઉથી જાહેરાત કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ શરૂ થતા તંત્ર દ્વારા 45 દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સવારે લોકોની અવરજવરનો સમય હોવાથી એલિસબ્રિજ ઉપર ટ્રાફિક જામ થયો હતો. ટાગોર હોલથી લઇને તિલકબાગ સુધીનો ટ્રાફિક જામ થયો હતો. જેમાં AMTS ની બસથી લઇને નોકરી પર જતા વ્યક્તિઓ ટ્રાફિકમાં ફસાયા હતા.
આ પુલ પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે ઓફિસ જતા લોકોને બ્રિજ પર ટ્રાફિક જામથી મુશ્કેલી પડી રહી છે.