ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે અમદાવાદ રિવરફ્રન્ટ પર કરાવ્યુ ફોટોશૂટ, જુઓ તસ્વીરો
વનડે ક્રિકેટમાં વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે અમદાવાદના રિવરફ્રન્ટ પર ક્રૂઝ પર ફોટો શુટ ટ્રોફી સાથે કરાવ્યુ છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ચેમ્પિયન બન્યા બાદ આઈકોનિક સ્થળ રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી પર આવેલ રિવરફ્રન્ટની આગવી ઓળખ છે. અહીં નદીમાં ક્રૂઝ ચાલે છે. અને જ્યાં પેટ કમિન્સે ટ્રોફી સાથે ફોટો શુટ કર્યુ હતુ.

ઓસ્ટ્રેલિયા વનડે ક્રિકેટમાં છઠ્ઠી વાર વિશ્વ ચેમ્પિયન બન્યુ છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે અમદાવાદમાં 19 નવેમ્બરે 6 વિકેટથી જીત મેળવી હતી. આ જીત સાથે ફરી એકવાર વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બન્યુ હતુ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ 2023 ની ફાઈનલ મેચ રમાઈ હતી.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ 20 નવેમ્બરે અમદાવાદ શહેરમાં આવેલા રિવરફ્રન્ટ પર પહોંચ્યો હતો. સાબરમતી નદી પર આવેલા અટલ બ્રિજ ના લોકેશન પર ફોટો શુટ કરવામાં આવ્યુ હતું. એક સમયે ભારતમાં મહત્વની ઈવેન્ટ પર ગેટ વે ઓફ ઈન્ડિયા પરની તસ્વીરો સામે આવતી હતી.

આઈસીસી અને બીસીસીઆઈ દ્વારા ફોટો શુટ કરવા માટેનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ માટે અગાઉથી જ અટલ બ્રિજ પર જાહેર અવરજવર બંધ રાખવાની જાણ કરવામા આવી હતી. જ્યાં કમિન્સે ફોટો શુટ કરાવ્યુ હતુ.

સાબરમતી નદી પર સુંદર રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સુંદર રિવરફ્રન્ટના નજારા વચ્ચે નદીમાં રિવર ક્રૂઝ ચાલે છે. જેની પર પેટ કમિન્સ પહોંચ્યો હતો. જ્યાં કમિન્સે ટ્રોફી સાથે ફોટો શુટ કર્યા હતા. ફાઈનલ અગાઉ અડાલજની વાવમાં ટ્રોફી સાથે રોહિત શર્મા અને પેટ કમિન્સનુ ફોટો શૂટ કરવામાં આવ્યુ હતુ.

પેટ કમિન્સ સહિત અન્ય સ્ટાફ અને અધિકારીઓ માટે રિવર ક્રૂઝમાં ગુજરાતી નાસ્તાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાતી નાસ્તાની ઓળખ ગણાતા ફાફડા-જલેબી સહિતની વાનગીઓ પિરસવામાં આવી હતી,