Ahmedabad: સોલા સિવિલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું ગૃહપ્રધાાન અમિત શાહે કર્યુ લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સોલા સિવિલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરાવ્યુ હતુ
Mar 26, 2022 | 6:42 PM
Deepak sen | Edited By: Bhavesh Bhatti
Mar 26, 2022 | 6:42 PM
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સોલા સિવિલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરાવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા.
ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગ્વેજ કોલેજ સોલા સિવિલમાં શરૂ થશે, આ કોલેજમાં દર વર્ષે હાલ 20 વિદ્યાર્થીને એડમિશન મળશે. વિનામુલ્યે 12 સાયન્સ પછી વિદ્યાર્થી ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગવેજનો કોર્ષ કરી શકશે કાન નાક ગળાના વિભાગ હેઠળ કોર્ષ થશે. આ પેરામેડિકલ કોર્ષ 3 વર્ષનો રહેશે, બાદમાં વિદ્યાર્થીએ 1 વર્ષની ઈન્ટર્નશીપ કરવી પડશે. આ કોર્ષ થકી જન્મજાત બહેરાશ અલ્ઝાઈમર્સ ડિઝીઝ અથવા પેરાલિસીસની સારવાર કોમ્પ્યુટરરાઈઝ સોફ્ટવેર દ્વારા નિદાન કરતા શીખશે.
સોલા સિવિલમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી નિમિષા સુથાર સહિતના પ્રધાનો અને અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.આહાર કેન્દ્રમાં દર્દીના પરિવારજનોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે. સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી દર્દીના પરિજનો આ કેન્દ્રમાં ભોજન લઈ શકશે.
જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાનો પ્રારંભ,અમિત શાહે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટેની ભોજન વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો છે.આહાર કેન્દ્રમા દર્દીના પરિવાર જનોને નિશુલ્ક આહાર આપવામાં આવશે.
સોલા વિવિલમાં આહાર કેન્દ્રમાં 1000 કરતા વધુ દર્દીઓને પૌષ્ટિક ભોજનનો મળશે લાભ. ( Photos By- Deepak Sen, Edited By- Omprakash Sharma)