Ahmedabad: “અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” આ બાળક અભ્યાસ કરવા જાણો કેવી મહેનત કરે છે

નિકુલના માતા-પિતા પ્લાસ્ટિકના બલુન અને ફુગ્ગાઓ વેચીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. નિકુલની દિનચર્યાની વાત કરીએ તો સવારે વહેલો ઊઠીને 7 વાગે સ્કૂલે પહોંચી જાય છે બપોરે 12:30 સ્કૂલેથી આવીને ઘરકામમાં મદદ કરવા લાગી જાય છે.

Urvish Soni
| Edited By: | Updated on: Apr 17, 2022 | 6:31 PM
કહેવત છે કે " મન હોય તો માળવે જવાય " જેને ભણવુંજ છે તેને બંધનનાં કોઈ સીમાડા નથી નડતા. જો તમારે ભણવું જ હોય તો ગમે તેટલી કઠિન પરિસ્થિતિમાં પણ ભણી શકો છો. આજ વાતને ચરિતાર્થ કરે છે...નિકુલ.

1 / 7
નિકુલ ધોરણ છ માં ભણતો બાર વર્ષનો બાળક  જેના કુટુંબમાં માતા-પિતા ત્રણ બહેનો અને એક ભાઈ છે કુટુંબની આર્થિક પરિસ્થિતીને પહોંચી વળવા ફૂટપાથ ઉપર બેસી ને માસ્ક વેચે છે ભણવાની ધગશ એટલી કે માસ્ક વેચતા વેચતા સ્ટ્રીટ લાઇટ નાં અજવાળા નીચે પોતાનું ભણવા નું પણ ચાલુ રાખે છે.

2 / 7
નિકુલ ના માતા-પિતા પ્લાસ્ટિકના બલુન અને ફુગ્ગાઓ વેચીને પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે નિકુલ ની દિનચર્યા ની વાત કરીએ તો સવારે વહેલો ઊઠીને 7 વાગે સ્કૂલે પહોંચી જાય છે બપોરે સાડાબારે સ્કૂલેથી આવીને ઘરકામમાં મદદ કરવા લાગી જાય છે અને સાંજે 7:00 વાગતા જ જ ઇસ્કોન ચાર રસ્તા પાસે આવેલ એક હોટલની બહાર માસ્ક વેચાણ કરવા બેસે છે.

3 / 7
જેને ભણવું જ હોય છે તેઓ કોઈ સગવડતા મોહતાજ નથી હોતા. નિકુલ પણ રામદેવ નગર  સરકારી પ્રાથમિક શાળામાં ભણે છે સ્કૂલ સિવાય નું ભણવાનું તે રસ્તાની કિનારે બેસીને કરે છે જેમાં તેને કોઈ અગવડતા નથી લાગતી.

4 / 7
નિકુલ ભણવામાં જેટલો હોશિયાર છે તેટલો જ સરળ અને માયાળુ સ્વભાવનો પણ છે નિકુલ પાસે લોકોમાં માસ્ક ખરીદવા આવે છે ત્યારે તેની નિર્દોષ વાતોથી લોકોના દિલ જીતી લે છે તે ભણવાનું અને માસ્ક વેચવાનું બંને કાર્યો સુંદર અને સહજ રીતે કરે છે કે લોકોને તેની સાથે માયા બંધાઈ જાય છે કેટલાક લોકો તો તેને પોતાના બાળકની જેમ વહાલ પણ કરે છે.

5 / 7
સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી આ રીતે ફૂટપાથ પર બેસીને માસ્ક વેચાતા અને સ્કૂલ નું લેસન કરતા નિકુલ મહેનત જોઈને જેમને માસ્ક ખરીદવાની જરૂર નથી હોતી તેઓ પણ માસ્ક ખરીદીને તેના આ પરિશ્રમ ને સફળ બનાવવામાં મદદ કરે છે.

6 / 7
લક્ષ્મી ઉપાસના અને સરસ્વતી ઉપાસના નો આ સુભગ સમન્વય નિકુલ કરી રહ્યો છે ખૂબ જ નિર્દોષ ભાવે કરાતી આ ઉપાસના નિકુલના દ્રઢ મનોબળની પ્રતીતિ કરાવે છે લાખો રૂપિયા ખર્ચીને અત્યંત આધુનિક, એસી અને સુવિધાવાળી  સ્કૂલ માં ભણતા બાળકો માટે નિકુલ એક આદર્શ છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">