AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: અમદાવાદના પ્રખ્યાત પાંચ વિસ્તારોના ગણપતિના કરો દર્શન- જુઓ Photos

Ahmedabad: હાલ દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે દરેક શહેર અને ગામોમાં અને દરેક સોસાયટી તેમજ ગલીઓમાં તેમજ ઘર ઘર સુધી ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. અમદાવાદ શહેરમાં પણ સળંગ 10 દિવસ સુધી ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે TV9ની ફોટો ગેલેરી થકી અમદાવાદના ખૂબ જ જાણીતા અને પ્રખ્યાત ગણપતિના દર્શન કરાવીશુ.

Manish Trivedi
| Edited By: | Updated on: Sep 24, 2023 | 11:25 PM
Share
આ અમદાવાદમાં આવેલ વસ્ત્રાપુરના મહાગણપતિજી છે. માટીમાંથી બનાવેલ આ ગણપતિજીની મૂર્તિની ઉંચાઈ 8 ફૂટની છે. અહીં લોકો સળંગ 10 દિવસ સુધી ગણપતિજીના આ સ્વરૂપના દર્શનનો લાભ લઈ શકે છે. અહીં સળંગ 38 વર્ષથી અવિરત પણે ગણેશ દાદા  ભક્તોને દર્શન અને આશીર્વાદ આપે છે. જેમાં દરરોજ આશરે 8 થઈ  9 હજાર લોકો દર્શન કરવા આવે છે. અહીં ભક્તોને પ્રસાદ, આરતી અને સાસ્કૃતિક કાર્યક્રમ નો લાભ મળે છે.

1 / 5
 દરિયાપુર દરવાજાની અંદર  આવેલ મગન પટેલ ખાંચા પાસે છેલ્લા 26 વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ વિષય વસ્તુ લઈને ગણેશ ઉત્સવમાં પંડાલનું ડેકોરેશન કરવામાં આવે છે. આ વર્ષે ભારત દેશ ને ગૌરવ અપાવનાર સંસ્થા ઈસરો તરફથી ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું એ થીમ ઉપર આયોજન કરવામાં આવ્યું છે.  માટીમાંથી બનાવેલ આશરે 3 ફુટ ગણેશજીની આરતીમાં અને દર્શન માટે હજારની સંખ્યામાં ભક્તો લાભ લે છે. આશરે 2 લાખ રૂપિયાથી પણ વધારે ભંડોળનો ઉપયોગ કરીને સળંગ 10 દિવસ સુધી ભક્તોને ગણેશજીના દર્શન આરતી અને મહાપ્રસાદનો લાભ આપવામાં આવે છે.

2 / 5
ગણપતિજીની આ અદ્ભુત અને સુંદર મૂર્તિ એટલે "શ્યામલ ના રાજા". શ્યામલ ચાર રસ્તા પાસે બિરાજમાન શ્યામલના રાજા ના દર્શન કરવા ભાવિક ભક્તો ઉમટી પડે છે. આશરે 3 થી 4 હજાર ભક્તો દરરોજ દાદા ના દર્શને આવે છે. માટીમાંથી બનેલી આ મૂર્તિ 14 ફુટ ઉંચી છે. સતત 14 વર્ષથી અવીરત પાણે અહીં ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે અહીં 3000 દિવડા ની મહા આરતી કરવામાં આવે છે.

3 / 5
"અમદાવાદના રાજા" તરીકે જાણીતા ગણેશજીના દર્શન તમે નેહરુ નગર પાસે આવેલ સહજાનંદ કોલેજની બાજુમાં કરી શકો છો. આશરે 7 થી સાડા 7.50 ફૂટની માટીના ગણેશની આ મૂર્તિ ખૂબ જ મનમોહક છે. છેલ્લા 17 વર્ષથી અહીં સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ભક્તો અહીં 7 દિવસ સુધી ગણપતિજીના દર્શનનો લાભ લઇ રહ્યા છે. આ ગણેશ ઉત્સવ પાછળ આશરે પાંચથી સાત લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરીને  ભક્તોને દર્શન,પ્રસાદ, મહાઆરતી વગેરેનો લાભ લઈ આપવામાં આવે છે.

4 / 5
 1200 કિલોગ્રામના માટીના આ ગણેશજી  ગુરુકુળ રોડ ઉપર બિરાજમાન છે. 6 ફૂટની મૂર્તિની ઊંચાઈ ધરાવતા આ ગણેશની ગુરુકુળના મહારાજા તરીકે જાણીતા છે. 10 દિવસ ચાલનારા આ ગણેશ ઉત્સવમાં આશરે 1000 થી 1500 લોકો દરરોજ ગણેશજીના દર્શન કરી ઘન્યતાનો અનુભવ કરે  છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

g clip-path="url(#clip0_868_265)">