અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં વાહનચોરી કરનારા બે મિત્રોને ઝડપ્યા, 26 જેટલા ચોરીના કેસના ભેદ ઉકેલ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે એવા વાહનચોર મિત્રોને ઝડપી પાડ્યા છે કે જેણે શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી વાહનો ચોરી કર્યા છે.

Natwar Parmar
| Edited By: | Updated on: Apr 07, 2022 | 4:19 PM
અત્યાર સુધી તમે વાહનચોરીની અનેક ઘટનાઓ સાંભળી હશે. કોઈ સામાન્ય ચોર વાહનચોરી કરી નાસી જતો હોય છે અને પોલીસ એક કે બે વાહનો સાથે તેને પકડી પાડતી હોય છે. પરંતુ આજે અમે આપને વાહનચોરીની એવી ઘટના બતાવીશું કે જેનાથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી તો કોણ છે આ વાહનચોર અને શા માટે કરે છે વાહન ચોરી જોઈએ આ ખાસ અહેવાલ.

1 / 7
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે એવા વાહનચોર મિત્રોને ઝડપી પાડ્યા છે કે જેણે શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી વાહનો ચોરી કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ગીરફ્તમાં ઉભેલો આ શખ્શ છે, યાસીન ઉર્ફે કોન્ડો. યાસીન અને તેનો એક મિત્ર કે જે સગીર છે. બંને મિત્રો શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ઓટોરિક્ષા તેમજ ટુ વ્હીલર વાહનોની ચોરી કરતા હતા, જેને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. બંને વાહનચોર પાસેથી પોલીસે 16,70,000ની કિંમતના ચોરી કરેલા વાહનો કબ્જે કરી 26 જેટલા વાહનચોરીના ભેદ ઉકેલ્યા છે.

2 / 7

પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે નરોડા પાટીયા પાસે આરોપી યાસીન ઉર્ફે કોન્ડો ઉર્ફે અજય ઠાકોર ઉર્ફે વાયરીંગ તેમજ તેનો મિત્ર કેજે સગીર વયનો છે. જે બંને એક નંબર પ્લેટ વગરની સી.એન.જી.ઓટોરિક્ષા લઈને જઈ રહ્યાં છે જેને આધારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતા બંને વાહનચોર મિત્રોએ ચોંકાવનારી વિગતો જણાવી હતી.

3 / 7
પોલીસ પુછપરછ દરમ્યાન તેઓએ પોતાના અન્ય સાગરિતો સાથે મળી છેલ્લા ત્રણ ચાર માસ દરમ્યાન અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 25 જેટલી ઓટોરિક્ષાઓ તેમજ ટુ વ્હિલરો ચોરી કરી હોવાની તેમજ આ વાહનો તેઓએ હળવદ તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાએ વેચ્યા હોવાની કબુલાત કરી હતી. કબૂલાતને આધારે પોલીસ હળવદ વિસ્તારમાં ચોરીના વાહનો લેવા ગયા હતા, જ્યાં પોલીસ ઉપર હુમલો થવાની ઘટના પણ સામે આવી હતી. પોલીસે ચોરી કરેલી 21 જેટલી ઓટોરિક્ષાઓ તથા 5 જેટલા ટુ વ્હિલર્સ મળી કુલ 26 વાહનો મળી કુલ રૂપિયા 16,70,000ની મત્તાનો મુદ્દામાલ રીકવર કર્યા છે.

4 / 7
પકડાયેલ આરોપી ખાસ કોઈ કામધંધો કરતો નથી અને મોજશોખ કરવાના ઈરાદે અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોતાના સાગરિતો સાથે ફરતો રહેતો હતો. તેઓ કોઈ પણ જગ્યાએ પાર્ક કરેલી ઓટોરિક્ષા તેમજ ટુ વ્હિલરને ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા તોડી ચોરીઓ કરતા હતાં.

5 / 7
ચોરી કર્યા બાદ તેઓ આ ચોરી કરેલ વાહનો અમદાવાદ બહાર ખાસ કરીને હળવદ તથા તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોને સસ્તામાં વેચી દેતા હતા. ગ્રાહકોને આરસી બુક તેમજ અન્ય ડોક્યુમેન્ટ થોડા દિવસોમાં આપીશું તેમ કહી સસ્તી કિંમતના વેચતા હતા. આ રીતે તેઓએ છેલ્લા ત્રણ ચાર માસના સમયગાળામાં ઘણી બધી વાહનચોરીઓ કરી હોવાની કબુલાત આપી છે. વાહનચોર પકડતા શહેરના અનેક વાહનચોરીના ગુનાઓ પણ ઉકેલાયા છે. શહેરના કૃષ્ણનગર, રામોલ, નરોડા, નિકોલ, એલિસબ્રિજ, શાહીબાગ, વેજલપુર, ગુજરાત યુનિ, સરખેજ, સરદારનગર સહિતના પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનાઓ નોંધાયા હતા, જે ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

6 / 7
પકડાયેલ આરોપી યાર્સીન ઉર્ફે કોન્ડો ઉર્ફે અજય ઠાકોર ઉર્ફે વાયરીંગનાનું નામ આજથી ત્રણેક મહિના પહેલા નરોડા પોલીસ સ્ટેશનમાં મારા મારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યુ છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીએ પોતાના સાગરિતો સાથે મળી આ સિવાય બીજા પણ વાહનો ચોરી કરેલ છે કે કેમ તેમજ તેઓની સાથે કોઈ અન્ય વ્યક્તિ પણ સંડોવાયેલ છે કે કેમ તેમજ આવા પ્રકારના બીજા પણ વાહનચોરીના ગુનાઓના ભેદ ઉકેલાય તેવી પોલીસે શક્યતા વ્યક્ત કરી છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">