Adani vs Hindenburg : અદાણી ગ્રૂપ પરના આ મોટા સમાચાર આજે ફરી અદાણીના શેર્સ પર સીધી અસર પહોંચાડશે
Adani vs Hindenburg : અદાણી જૂથે તેની નાણાકીય સ્થિતિ સુધારવા માટે આ પગલાં લીધાં છે. અદાણી ગ્રુપ રોકાણકારોની ચિંતાઓને દૂર કરવા માટે સતત પગલાં લઈ રહ્યું છે. આ હેઠળ, જૂથે સમય પહેલાં લોન ચૂકવવા માટે ખર્ચમાં ઘટાડો કર્યો છે. આનાથી અદાણીના બોન્ડ મોટા પ્રમાણમાં ઉંચકાયા છે

Adani Group પરના આ મોટા સમાચારની આજે ફરીથી શેર્સ પર સીધી અસર પડી શકે છે. Hindenburg Research એ તાજેતરમાં એક અહેવાલમાં દાવો કર્યો હતો કે અદાણી જૂથ દાયકાઓથી સ્ટોક હેરાફેરી અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે.

આ બાબતની જાણકારી ધરાવતા બે લોકોએ રોઇટર્સને જણાવ્યું હતું કે યુ.એસ. શોર્ટ સેલર દ્વારા હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદથી જૂથ તેની ક્રેડિટ પ્રોફાઇલ બદલવાનું વિચારી રહ્યું છે.

શેરના ભાવમાં ઘટાડો અને નિયમનકારી તપાસ વચ્ચે રોકાણકારોનો વિશ્વાસ વધારવા જૂથે આ અઠવાડિયે સિંગાપોર અને હોંગકોંગમાં રોડ શો(Adani Group Roadshow)નું આયોજન કર્યું છે.

અદાણીહિંડનબર્ગ કેસમાં સેબી બંને પક્ષો દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે. બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને કહ્યું કે સેબી તેના કાર્યક્ષેત્રમાં આવતા તમામ આરોપો સંબંધિત માહિતી એકત્ર કરી રહી છે.

સેબી શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ પર કરાયેલા આક્ષેપો અને હિંડનબર્ગ રિસર્ચ પર અદાણી ગ્રૂપ દ્વારા કરાયેલા આક્ષેપોની તપાસ કરી રહી છે. સેબીએ કેટલાક જરૂરી પ્રારંભિક પગલાં પણ લીધાં છે.

અદાણી જૂથે તેની નાણાકીય સ્થિતિ સુધારવા માટે આ પગલાં લીધાં છે. અદાણી ગ્રુપ રોકાણકારોની ચિંતાઓને દૂર કરવા માટે સતત પગલાં લઈ રહ્યું છે. આ હેઠળ, જૂથે સમય પહેલાં લોન ચૂકવવા માટે ખર્ચમાં ઘટાડો કર્યો છે. આનાથી અદાણીના બોન્ડ મોટા પ્રમાણમાં ઉંચકાયા છે