Health Tips: ચેતતા નર સદા સુખી! શરીરમાં આ 6 લક્ષણ દેખાય તો સાવચેત થઈ જજો, નહીં તો અડધી રાત્રે ડૉક્ટરને ત્યાં ભાગવું પડશે
કિડની આપણા શરીરમાં ફિલ્ટર તરીકે કામ કરે છે. જો તે યોગ્ય રીતે કામ ન કરે, તો આપણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં ચાલો જાણીએ કે, કિડનીમાં સોજો આવે છે તો શરીરમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે...

કિડની આપણા શરીરનું ફિલ્ટર છે, જે લોહીને સાફ કરે છે અને ઝેરી તત્વો તેમજ વધારાનું પાણી દૂર કરે છે. જો કે, કિડની પર જ્યારે દબાણ વધે છે અથવા તો તેમાં સોજો આવે છે, ત્યારે શરીર ઘણા સંકેતો આપવાનું શરૂ કરે છે.

જો સવારે ઉઠતાની સાથે જ આંખો નીચે સોજો દેખાય છે, તો તે કિડનીની સમસ્યાની નિશાની હોઈ શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે, કિડની પ્રોટીનને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી.

વારંવાર પેશાબ થવો અથવા ખૂબ ઓછો પેશાબ થવો પણ એક ચેતવણીરૂપ સંકેત માનવામાં આવે છે. આ સાથે, જો પેશાબનો રંગ ઘાટો થઈ જાય, તો તે કિડનીની સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે.

જો પગ અને ઘૂંટણમાં સતત સોજો રહેતો હોય તો, તે કિડનીના રોગનું એક મહત્વપૂર્ણ લક્ષણ હોઈ શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે, શરીરમાં વધારાનું પાણી પગ અને ઘૂંટણના ભાગોમાં જમા થવા લાગે છે.

જો કિડની યોગ્ય રીતે કામ ન કરે તો લોહીમાં ઝેરી તત્ત્વો અને ગંદકી જમા થવા લાગે છે. આના પરિણામે શરીરમાં થાક અનુભવાય છે અને સતત નબળાઈ જોવા મળે છે.

ભૂખ ન લાગવી, વારંવાર ઉબકા આવવા કે ઉલટી થવી જેવી સમસ્યા પણ કિડનીના રોગ અથવા સોજાનું પરિણામ હોઈ શકે છે. લોહીમાં જમા થતા ઝેરી તત્ત્વો પાચનક્રિયાને અસર કરે છે અને તેને બગાડી નાખે છે.

જો તમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે, તો તેને બિલકુલ અવગણશો નહીં. કિડનીના સોજાથી ફેફસામાં પાણી ભરાઈ શકે છે અને આ સ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે.
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વસ્થના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
