બાગેશ્વર બાબાને શંકરાચાર્યનો પડકાર, ‘જોશીમઠને ધસતુ અટકાવે તો હું ચમત્કાર સ્વીકારીશ’

શંકરાચાર્યએ કહ્યું કે જોશીમઠમાં અત્યારે જમીન ધસી રહી છે. અનેક ઘરો અને ઈમારતોમાં તિરાડો પડી રહી છે. તેમના મઠમાં પણ તિરાડો જોવા મળી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ અહીં પણ કેટલાક ચમત્કારો બતાવવા જોઈએ. તેમણે કહ્યું કે જે ચમત્કારો થઈ રહ્યા છે તે જનતા માટે છે તો તેઓ ખુશ થશે.

બાગેશ્વર બાબાને શંકરાચાર્યનો પડકાર, 'જોશીમઠને ધસતુ અટકાવે તો હું ચમત્કાર સ્વીકારીશ'
Shankaracharya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 11:49 AM

બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને ચાલી રહેલા વિવાદમાં, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ ઝંપલાવ્યું છે. શંકરાચાર્યે ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર આપ્યો છે. શંકરાચાર્યે કહ્યું કે જોશીમઠ આવીને અહીં ધસી જતી જમીન અને મકાનોમાં પડતી તીરાડ બંધ કરાવે. જો ધીરેન્દ્ર શાસ્ત્રી આ કરી શકે, તો તેઓ પણ તેમના ચમત્કારમાં વિશ્વાસ કરશે. શંકરાચાર્યએ કહ્યું કે આવા ચમત્કાર ઉપર અમે પણ તેમની પ્રશંસા કરીશું, અમે તેમને વંદન કરીશું. શનિવારે બિલાસપુરમાં યોજાયેલી ધાર્મિક સભામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આ નિવેદન આપ્યું હતું. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ આ સંદર્ભે મીડિયા સાથે વાત કરી હતી.

શંકરાચાર્યએ કહ્યું કે, જ્યોતિષશાસ્ત્રમાં કોઈનું ભવિષ્ય જણાવવામાં આવે છે, પરંતુ તે ફળાદેશ છે. તેમણે કહ્યું કે જે પણ કહેવામાં આવે છે અને તે જ્યોતિષની કસોટી પર સાચું છે, તો તે તેને માન્યતા આપે છે. તેણે કહ્યું કે જો તે જનતા માટે કોઈ ચમત્કાર કરે છે, તો તેનો જયજયકાર કરવામાં આવે છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી રાયપુરમાં છે અને અમે બિલાસપુરમાં છીએ. કોઈપણ સંત મનસ્વી નિવેદનો કરી શકતા નથી. હું પોતે પણ તેમ કરી શકતો નથી. તેમણે બાગેશ્વર મહારાજને પડકાર ફેંકતા કહ્યું કે, જો તમારી પાસે અલૌકિક શક્તિઓ છે તો ધર્માંતરણ બંધ કરો, ઘરેલુ ઝઘડાઓ અટકાવો, લોકોમાં શાંતિ લાવો. તેમણે કહ્યું કે જો તે પોતાના ચમત્કારથી આત્મહત્યા બંધ કરાવે અને સમાજમાં શાંતિ સ્થાપિત કરે તો અમે તેને ચમત્કાર ગણીશું.

ધીરેન્દ્ર શાસ્ત્રી મઠમાં પડેલી તિરાડો દૂર કરે

શંકરાચાર્યએ કહ્યું કે, જોશીમઠમાં અત્યારે જમીન ધસી રહી છે. લોકોના ઘરોમાં તિરાડો પડી રહી છે. તેના મઠમાં પણ તિરાડો જોવા મળી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ અહીં પણ કેટલાક ચમત્કારો બતાવવું જોઈએ. તેમણે કહ્યું કે જે ચમત્કારો થઈ રહ્યા છે તે જનતા માટે છે તો તેઓ ખુશ થશે. જો એવું નથી, તો તે તેને છેતરપિંડી કહી શકે છે.

Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં
પીરિયડમાં નોર્મલ બ્લીડિંગ કેટલું થવું જોઈએ ?
Get Rid From Rat : ઉંદરોને ઘરમાંથી ઊભી પૂંછડીએ ભગાડવાની ટ્રિક
રસ્તામાં મોર દેખાવો એ કઈ વાતનો આપે છે સંકેત ?

ધર્માંતરણને રાજકીય કહ્યું

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે, ધર્મ પરિવર્તન મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. કહ્યું કે ધર્મ પરિવર્તન ક્યાંય પણ ધાર્મિર રીતે નથઈ થઈ રહ્યું. તે ફક્ત રાજકીય કારણોસર થઈ રહ્યું છે. આવા કારણે રાજકીય પક્ષોને લાગે છે કે તેમના વોટ વધશે. આવી પ્રવૃત્તિઓને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. ધર્મમાં રાજા અને ધર્માચાર્ય એક જ રહેશે. ઇસ્લામમાં ખલીફા છે અને ખ્રિસ્તી ધર્મમાં પોપ છે. સનાતન ધર્મમાં આવું નથી. અહીં રાજા ધર્મથી મુક્ત થશે, તો સાધુ સંન્યાસી તેને સજા કરશે.

g clip-path="url(#clip0_868_265)">