બાગેશ્વર ધામના પીઠાધીપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા બાબા રામદેવ
બાબા રામદેવે વધુમાં કહ્યું કે 'હું મીડિયાના લોકોને વધારે ફોન નથી કરતો પણ કહેવા ઈચ્છુ કે તમામ જગ્યાએ પાખંડ ના શોધો, એ સાચુ છે કે જે દેખાઈ રહ્યું છે અને જે આંખોથી દેખાઈ રહ્યું છે 1 ટકો છે. તમે લોકો સનાતનને આગળ વધારવાનું કામ કરો.'
યોગગુરૂ સ્વામી રામદેવ હવે બાગેશ્વર ધામના પીઠાધીપતિ ધીરેન્દ્ર કૃષ્ણ સ્વામીના સમર્થનમાં આવ્યા છે. તેમને કહ્યું કે ઘણા પાખંડી ધીરેન્દ્ર શાસ્ત્રી પર તુટી પડ્યા છે અને પુછી રહ્યા છે કે બાલાજીની કૃપા શું છે? હનુમાનજીની કૃપા શું છે? બાબા રામદેવે કહ્યું જેમને બહારની નજરથી જોવું હોય તે ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછે, જેમને તર્ક-વિતર્ક કરવો હોય તે રામભદ્રાચાર્ય જીની પાસે જાવ અને જેમને ચમત્કાર જોવો હોય તો તેમના શિષ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની પાસે જાવ.
બાબા રામદેવે વધુમાં કહ્યું કે ‘હું મીડિયાના લોકોને વધારે ફોન નથી કરતો પણ કહેવા ઈચ્છુ કે તમામ જગ્યાએ પાખંડ ના શોધો, એ સાચુ છે કે જે દેખાઈ રહ્યું છે અને જે આંખોથી દેખાઈ રહ્યું છે 1 ટકો છે. તમે લોકો સનાતનને આગળ વધારવાનું કામ કરો.’
બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈ ખુબ જ હંગામો
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈ ખુબ જ હંગામો મચ્યો છે. તેમની પર લોકો અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તે પણ કહેવામાં આવી રહ્યું છે કે તે લોકોની ભાવનાઓ સાથે રમી રહ્યા છે પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમની ઉપર લાગેલા એ આરોપોને ફગાવી રહ્યા છે, તેમનું કહેવું છે કે તે પોતાના ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. તેમને ક્યારેય નથી કહ્યું કે તે સંત છે અને ક્યારેય પોતાની જાતને ભગવાન ગણાવ્યા નથી.
ઘણા વામપંથી લોકો અમારો વિરોધ કરી રહ્યા છે
તેમને કહ્યું કે તે અંધવિશ્વાસ ફેલાવી રહ્યા નથી. અનુચ્છેદ 25નો હવાલો આપતા તેમને કહ્યું કે બંધારણમાં તમામને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. તે રીતે જ તે પોતાના ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. તેમને કહ્યું કે ઘણા વામપંથી લોકો અમારો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમને ક્યારેય કોઈની સાથે ખોટુ કર્યુ નથી. તેઓ જોરશોરથી દરબાર ભરીને પોતાના ગુરૂનો પ્રચાર કરે છે.
બાબા તાજેતરમાં એક કાર્યક્રમ માટે નાગપુર ગયા હતા. કાર્યક્રમ તેમની વાર્તા અને દરબારનો હતો અને ત્યાંથી બાબા સાથે વિવાદ શરૂ થયો છે. બાબા પર આરોપ છે કે જ્યારે તેમના ચમત્કારો વિશે પડકારવામાં આવ્યો, ત્યારે બાબા નાગપુરથી ભાગી ગયા હતા.