AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Family Health Survey 5: દેશમાં પ્રથમવખત 1000 પુરુષોએ 1020 મહિલાઓ, શહેર અને ગામ વચ્ચે મોટો તફાવત

NFHS-5ના સર્વે અનુસાર દેશમાં પ્રજનન દર(Fertility Rate)માં પણ ઘટાડો થયો છે. પ્રજનન દર વસ્તીના વિકાસ દરને દર્શાવે છે. સર્વે મુજબ દેશમાં પ્રજનન દર ઘટીને 2 પર આવી ગયો છે.

National Family Health Survey 5: દેશમાં પ્રથમવખત 1000 પુરુષોએ 1020 મહિલાઓ, શહેર અને ગામ વચ્ચે મોટો તફાવત
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (પ્રતિકાત્મક ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 8:59 AM
Share

National Family Health Survey 5 : દેશ માટે રાહતના સમાચાર છે.ભારતની કુલ વસ્તીમાં પહેલીવાર મહિલા (Women)ઓની સંખ્યા પ્રતિ 1000 પુરૂષોએ 1020 થઈ છે. બુધવારે જાહેર કરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (National Family Health Survey)ના આંકડા દર્શાવે છે. અગાઉ 2015-16માં હાથ ધરવામાં આવેલા NFHS-4માં આ આંકડો પ્રતિ 1000 પુરૂષો દીઠ 991 સ્ત્રીઓનો હતો. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (2019-21)ના પાંચમા રાઉન્ડ મુજબ, દેશ માટે વસ્તીનો જાતિ ગુણોત્તર (1000 પુરૂષો દીઠ સ્ત્રીઓ) 1020 અંદાજો લગાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રવીણ પવારે લોકસભા (Lok Sabha)માં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વાત કહી હતી.

આટલું જ નહીં જન્મ સમયે Gender ratio પણ સુધર્યો છે. 2015-16માં દર 1000 બાળકોએ 919 છોકરીઓ હતી. તાજેતરના સર્વેમાં, આ આંકડો 1000 બાળકો દીઠ 929 છોકરીઓ પર પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે, શહેરોની સરખામણીમાં ગામડાઓમાં કુલ વસ્તીમાં લિંગ ગુણોત્તર સારો છે. ગામડાઓમાં દર 1000 પુરુષોએ 1037 સ્ત્રીઓ છે, જ્યારે શહેરોમાં માત્ર 985 સ્ત્રીઓ છે. બેટી બચાવો બેટી પઢાવો (BBBP) યોજના સાથે જોડતા, મંત્રીએ કહ્યું, “યોજનાના મુખ્ય ઘટકોમાં દેશવ્યાપી મીડિયા અને ઝુંબેશ અને કેટલાક જિલ્લાઓમાં બહુ-ક્ષેત્રીય હસ્તક્ષેપનો સમાવેશ થાય છે.

દેશમાં પ્રથમ વખત પ્રજનન દર 2.1 થી નીચે આવ્યો

દેશમાં પ્રથમ વખત પ્રજનન દર ઘટીને 2 પર આવ્યો છે. 2015-16માં તે 2.2 હતો. ખાસ વાત એ છે કે 2.1ના પ્રજનન દરને રિપ્લેસમેન્ટ માર્ક માનવામાં આવે છે. એટલે કે, જો કોઈ દંપતિ બે બાળકોને જન્મ આપે છે, તો તે બે બાળકો તેમને રિપલેશ કરશે. 2 કરતાં ઓછા બાળકો હોવાનો અર્થ એ છે કે વસ્તી ઘટવાની અપેક્ષા છે. વસ્તી વૃદ્ધિ 2.1 ના પ્રજનન દરે સ્થિર રહે છે.

પરંતુ માત્ર 41% મહિલાઓએ 10 વર્ષથી વધુ શિક્ષણ મેળવ્યું છે

વસ્તીમાં મહિલાઓનું પ્રમાણ ભલે વધ્યું હોય, પરંતુ હજુ સુધી તેમની સ્થિતિમાં બહુ સુધારો થયો નથી. આજે પણ દેશની 41% મહિલાઓ એવી છે કે જેમણે 10 વર્ષથી વધુ શાળાકીય શિક્ષણ મેળવ્યું છે, એટલે કે તેઓ 10મા ધોરણથી આગળ અભ્યાસ કરી શકી છે. 59% મહિલાઓ 10મા ધોરણથી આગળ અભ્યાસ કરી શકી નથી. ગ્રામીણ વિસ્તારોમાં માત્ર 33.7% મહિલાઓ જ 10મા ધોરણથી આગળ અભ્યાસ કરી શકી. 5G યુગમાં પણ દેશમાં માત્ર 33.3% મહિલાઓ પાસે ઈન્ટરનેટ છે.

30% વસ્તી પાસે પોતાનું આધુનિક શૌચાલય નથી. 2015-16માં પોતાના આધુનિક શૌચાલય ધરાવતા પરિવારો 48.5% હતા. 2019-21માં આ સંખ્યા વધીને 70.2% થઈ ગઈ છે. પરંતુ 30% હજુ પણ વંચિત છે. દેશના 96.8% ઘરોમાં વીજળી પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે લોકસભામાં નેશનલ એન્ટી ડોપિંગ બિલ રજૂ કર્યું, NADAની તાકાત વધારવાની તૈયારીઓ

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">