AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વન નેશન-વન ઈલેક્શન કેમ જરુરી છે તેમજ તેની સામે પડકારો કેટલા છે જાણો

2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.

વન નેશન-વન ઈલેક્શન કેમ જરુરી છે તેમજ તેની સામે પડકારો કેટલા છે જાણો
| Updated on: Sep 18, 2024 | 5:07 PM
Share

શું ભારતમાં તમામ પ્રકારની ચૂંટણીઓ એકસાથે યોજાઈ શકે છે, એટલે કે લોકસભા, વિધાનસભાની ચૂંટણીઓ વગેરે. આ ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. ત્યારે હવે આના પર મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો આજે આપણે વન નેશન વન ઈલેક્શનની સામે કેટલા પડકારો છે તેના વિશે વિગતવાર જાણીએ.

ચૂંટણીમાં સરકારને ખુબ ખર્ચો થાય

દર વર્ષે દેશમાં અંદાજે 5 થી 6 ચૂંટણી હોય છે.ચૂંટણીમાં સરકારને ખુબ ખર્ચ થાય છે.સાથે રાજનીતિક પાર્ટીઓને પણ વધારે ખર્ચો થાય છે.વિવિધ ચૂંટણીઓ અસ્થિરતા અને અનિશ્ચિતતા તરફ દોરી જાય છે. સપ્લાય ચેઇન, રોકાણ અને આર્થિક વિકાસ અવરોધાય છે. સરકારી તંત્રની કામગીરીમાં અવારનવાર વિક્ષેપો સર્જાય છે. સરકારી તંત્રમાં અવરોધને કારણે લોકોની તકલીફ વધે છે. સરકારી અધિકારીઓ અને સુરક્ષા દળો વારંવાર ચૂંટણી ફરજમાં લગાવવામાં આવે છે.

વન નેશન-વન ઈલેક્શનનો સૌથી મોટો પડકાર

વન નેશન-વન ઈલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં સૌથી મોટો પડકાર સંવિંધાન અને કાયદામાં ફેરફારનો છે. એક દેશ એક ચૂંટણી માટે બંધારણમાં સુધારો કરવો પડશે. ત્યારબાદ આ તેને રાજ્ય વિધાનસભાઓ પાસે પાસ કરાવવો પડશે. આમ તો લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ 5 વર્ષ સુધીનો હોય છે. પરંતુ તે પહેલા પણ તેને ભંગ કરવામાં આવી શકે છે.ત્યારે સરકારની સામે મોટો પડકાર હોય છે કે, લોકસભા કે કોઈ વિધાનસભા ભંગ થાય તો એક દેશ એક ચૂંટણી (One Nation One Election)કઈ રીતે સફળ થશે.

ઈવીએમ અને વીવીપેટ એક પડકાર

આપણા દેશમાં ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી યોજાય છે. જેની સંખ્યા મર્યાદિત છે.જો એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે તો વધારે મશીનોની જરુર પડશે. જેને પૂર્ણ કરવો પણ એક પડકાર હશે. એક સાથે ચૂંટણી કરવાથી પ્રશાસન અને સુરક્ષા દળોની જરુરિયાતને પૂર્ણ કરવી પણ એક મોટો સવાલ બની સામે આવશે.

એક તો ભારતમાં ચૂંટણી ખુબ મોંઘી બની ગઈ છે. 2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. તેથી જ નિષ્ણાતો માને છે કે ચૂંટણીનો વ્યાપક અવકાશ આવરી લેવો જોઈએ. હવે કોવિંદ કમિટીના રિપોર્ટ પરથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એક દેશ, એક ચૂંટણી લોકશાહીને સરળતાથી આગળ લઈ જવાનું માધ્યમ બની જશે.

Follow Us
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
g clip-path="url(#clip0_868_265)">