વન નેશન વન ઈલેકશન
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે, સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી નો એજન્ડા નક્કી કર્યો છે. ભૂતકાળમાં આઝાદી બાદ સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જો કે, કેટલાક કારણોસર એ પ્રથા બંધ થઈ. જો કે હવે ફરીથી આ પ્રથાને અમલમાં લાવવા માટે ગંભીરતાથી પ્રયાસ હાથ ધરાયા છે. આના માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષસ્થાને એક કમિટીની પણ રચના થઈ હતી. આ કમિટીએ એક રાષ્ટ્ર એક ચૂંટણી આડે આવનારી સંભવિત બંધારણીય અડચણોને ધ્યાને લઈને રિપોર્ટ કેન્દ્ર સરકારમાં રજૂ કર્યો છે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટની બેઠકે મંજૂરી આપી દીધી છે.