ED ના આપી શકી આ પ્રશ્નનો જવાબ, પછી સુપ્રીમ કોર્ટે સંજયસિંહને આપ્યા જામીન, જાણો AAPનો દાવો

સુપ્રીમ કોર્ટે પુછેલા પ્રશ્નનો જવાબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આપી શક્યું નહોતું. સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઠપકો આપતા કહ્યું, તમે 10 નિવેદનો કચરાના ઢગલામાં ફેંકી દેશો અને એક નિવેદનના આધારે કોઈની પણ ધરપકડ કરી લેશો.

ED ના આપી શકી આ પ્રશ્નનો જવાબ, પછી સુપ્રીમ કોર્ટે સંજયસિંહને આપ્યા જામીન, જાણો AAPનો દાવો
Sanjay Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2024 | 4:58 PM

દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં, ગત 4 ઓક્ટોબરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરાયેલ AAPના સાંસદ સંજય સિંહને 6 મહિના પછી સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને સત્યની જીત ગણાવી છે. દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે આજે 2 એપ્રિલે દેશની સૌથી મોટી કોર્ટે AAP સાંસદ સંજય સિંહના જામીન પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન, કોર્ટે EDને ઘણા પ્રશ્નો પૂછ્યા, જેના જવાબ તેમના અધિકારીઓ પાસે ન હતા.

AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, આ કેસમાં દિનેશ અરોરા જેલમાં હતા ત્યારે તેમના 10 વખત નિવેદન લેવામાં આવ્યા હતા, પરંતુ એક પણ નિવેદનમાં તેમણે સંજય સિંહનું નામ લીધું નથી. એટલું જ નહીં સરકારી સાક્ષી બન્યા બાદ વધુ એક વખત તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું પરંતુ આ વખતે પણ તેમણે અસ્પષ્ટ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે એક વ્યક્તિના નિવેદન પર તે રાજ્યસભા સાંસદને ઉપાડી લેવામાં આવે છે, જે સાંસદ કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારને સવાલ પૂછે છે.

ED આ પ્રશ્નોના જવાબ ના આપી શક્યું

AAP નેતાએ કહ્યું કે, કોર્ટે પૂછ્યું કે શું આ કેસમાં કોઈ પ્રકારની રકમ વસૂલવામાં આવી છે કે પૈસા જપ્ત કરવામાં આવ્યા છે?એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આનો જવાબ આપી શક્યું નહોતું. સુપ્રીમ કોર્ટે ઈડીને ઠપકો આપતા કહ્યું, તમે 10 નિવેદનો કચરાના ઢગલામાં ફેંકી દો અને કોઈ એક નિવેદનના આધારે કોઈની પણ ધરપકડ કરી લો છો. સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે સીએમ અરવિંદ કેજરીવાલે પણ કોર્ટને કહ્યું હતું કે દરેક વ્યક્તિ પાસેથી સાત વખત નિવેદન લેવામાં આવ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આ અંગે ઈડીને સવાલ કર્યો તો તેમની પાસે જવાબ પણ નહોતો. તેના પર કોર્ટે કહ્યું કે અમે આ કેસમાં જે ચુકાદો લખીશું તે તમારો આખો કેસ રફેદફે કરી દેશે.

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું

આજનો દિવસ દેશની લોકશાહી માટે મોટો દિવસ છે – AAP

AAP નેતાએ કહ્યું કે AAP નેતાઓની PMLAની કલમ 45 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ અંતર્ગત કોઈની જામીનની મુદત ત્યારે જ વધારી શકાય છે જ્યારે કોર્ટ તપાસ એજન્સીના જવાબોથી સંતુષ્ટ થાય. જો કોર્ટ જામીન આપી રહી હોય તો તેનો સ્પષ્ટ અર્થ છે કે કોર્ટને લાગે છે કે આરોપી નિર્દોષ છે. સંજય સિંહને જામીન મળવો એ તેનો પુરાવો છે. દેશની લોકશાહી માટે આજનો દિવસ મોટો છે.

આખરે સત્યની જીત થઈ – આતિશી

AAPના વરિષ્ઠ નેતા આતિશીએ કહ્યું કે આજે સંજય સિંહના જામીન એ સાબિત કરી દીધું છે કે સત્યની જીત થાય છે. અમે જોયું છે કે કેવી રીતે છેલ્લા બે વર્ષથી AAP નેતાઓને એક પછી એક ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે. આજે સંજય સિંહના જામીન દર્શાવે છે કે આખરે સત્યનો જ વિજય થાય છે. આ કેસમાં બે મહત્વની બાબતો સામે આવી છે. કોર્ટે ઈડીને પૂછ્યું કે મની ટ્રેલ ક્યાં છે? તપાસમાં 2 વર્ષ વિતાવ્યા પરંતુ આપ ના એક પણ નેતા પાસેથી એક પૈસો પણ મળ્યો નથી.

g clip-path="url(#clip0_868_265)">