લાલ કિલ્લો, તાજમહેલ, જામા મસ્જિદ વક્ફબોર્ડ પાસે છે ? આના માલિક કોણ ? જાણો
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ એક આંતરિક સર્વેક્ષણ હાથ ધર્યું. તેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 250 સંરક્ષિત સ્મારકો હાલમાં વકફ મિલકતો તરીકે નોંધાયેલા છે. તેમાં ફિરોઝ શાહ કોટલા ખાતેની જામા મસ્જિદ, આરકે પુરમમાં છોટી ગુમતી મકબરો, હૌઝ ખાસ મસ્જિદ અને ઇદગાહ જેવા દિલ્હીના મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે આજે બુધવારે સંસદમાં વક્ફ સુધારા બિલ 2024 રજૂ કર્યું છે. આવી સ્થિતિમાં, આપણામાંથી ઘણાબધા લોકો જાણવા માંગે છે કે, તાજમહેલ અને કુતુબ મિનાર જેવા સ્મારકો વક્ફ બોર્ડ દ્વારા નિયંત્રિત છે કે અન્ય કોઈ સંસ્થા દ્વારા. તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ એક આંતરિક સર્વેક્ષણ હાથ ધર્યું છે. તેમાં વિગતો સામે આવી છે કે ભારતમાં 250 સંરક્ષિત સ્મારકો હાલમાં વકફ મિલકતો તરીકે નોંધાયેલા છે. તેમાં ફિરોઝ શાહ કોટલા ખાતેની જામા મસ્જિદ, આરકે પુરમમાં આવેલ છોટી ગુમતી મકબરો, હૌઝ ખાસ મસ્જિદ અને ઇદગાહ જેવા દિલ્હીના મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ASI રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ વકફ મિલકતો સદીઓ જૂની છે. ઉદાહરણ તરીકે, ૧૯૦૯માં અહમદનગરમાં અહેમદ શાહના મકબરાને ASI દ્વારા સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ૨૦૦૬માં તેને વકફ મિલકત તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, ૧૯૦૯માં બેલગામમાં સફા મસ્જિદને સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ૨૦૦૫માં તેને વકફ મિલકત તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું હતું.
વક્ફ બોર્ડ દ્વારા દાવો કરાયેલા કેટલાક મુખ્ય સ્મારકોની યાદી
- ફિરોઝશાહ કોટલા ખાતે આવેલી જામા મસ્જિદ
- આર.કે. પુરમમાં છોટી ગુમતી મકબરો
- હૌઝ ખાસ મસ્જિદ
- ઇદગાહ
- વિજયપુરા (કર્ણાટક)માં ગોલ ગુમ્બાઝ
- ઇબ્રાહિમ રૌઝા અને બારા કામન (કર્ણાટક)
- બિદર અને કાલાબુર્ગી (કર્ણાટક) ના કિલ્લાઓ
આ સ્મારકો વકફ બોર્ડ હેઠળ આવતા નથી:
- લાલ કિલ્લો
- તાજમહેલ
- કુતુબ મિનાર
- ચાર મિનાર
- ફતેહપુર સિક્રી
- હુમાયુનો મકબરો
1995નો વકફ એક્ટ શું છે?
વકફ એક્ટ 1995 મુજબ, વકફનો અર્થ ધાર્મિક અથવા સખાવતી હેતુઓ માટે મિલકતને કાયમી ધોરણે સમર્પિત કરવાનો છે. વકફ મિલકતોમાં ઇમારતો, દરગાહ/મઝાર, કબ્રસ્તાન, ઈદગાહ, ખાનકાહ, મદરેસા, મસ્જિદો, પ્લોટ, તળાવ, શાળાઓ અને દુકાનોનો સમાવેશ થાય છે.
વકફ મિલકતો શું છે?
વકફ મિલકતો એવી મિલકતો છે જે મુસ્લિમ સમુદાયના લોકો સખાવતી કાર્યો માટે દાન કરે છે. દરેક રાજ્યમાં વક્ફ બોર્ડ અસ્તિત્વમાં છે, જે આવી તમામ મિલકતોનું સંચાલન કરે છે. વકફ મિલકતો કાયમી ધોરણે વેચી શકાતી નથી કે ભાડે આપી શકાતી નથી.
ભારતમાં વક્ફ બોર્ડ કેટલી મિલકતો પર નિયંત્રણ ધરાવે છે?
વક્ફ બોર્ડ 9.4 લાખ એકર જમીન અને 8.7 લાખ મિલકતોનું સંચાલન કરે છે. તેમની અંદાજિત કિંમત રૂ. 1.2 લાખ કરોડ છે, જે વક્ફ બોર્ડને ભારતનો ત્રીજો સૌથી મોટો જમીન માલિક બનાવે છે. ભારતીય રેલવે પ્રથમ સ્થાને છે અને ભારતીય સેના બીજા સ્થાને છે.
વક્ફ બોર્ડની સ્થાવર મિલકતો વિવિધ રાજ્યોમાં આ મુજબ છે
- આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 150 વકફ મિલકતો નોંધાયેલી છે.
- આંધ્રપ્રદેશમાં 10708 મિલકતો, આસામમાં 1616 મિલકતો, શિયા વક્ફ બોર્ડની 1672 મિલકતો અને બિહારમાં સુન્ની વક્ફ બોર્ડની 6480 મિલકતો નોંધાયેલી છે.
- ચંદીગઢમાં 34, છત્તીસગઢમાં 2665, દાદરા અને નગર હવેલીમાં 32 અને દિલ્હીમાં 1047 વકફ મિલકતો નોંધાયેલી છે.
- ગુજરાતમાં 30,881 હરિયાણામાં 23,117 અને હિમાચલ પ્રદેશમાં 4494 મિલકતો નોંધાયેલી છે.
- ઝારખંડમાં 435 નોંધાયેલ વકફ મિલકતો, જમ્મુ અને કાશ્મીરમાં 32,506, કર્ણાટકમાં 58,578 અને કેરળમાં 49,019 મિલકતો છે.
- લક્ષદ્વીપમાં 896, મધ્યપ્રદેશમાં 31342 મહારાષ્ટ્રમાં 31716 અને મણિપુરમાં 966 નોંધાયેલ વકફ મિલકતો છે.દેશમાં બનતી નાની મોટી પરંતુ મહત્વની ઘટનાને લગતા વિવિધ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો