AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિરને લઈને ભાજપનો સાત સૂત્રિય એજન્ડા, દેશભરમાં હાથ ધરશે જનજાગરણ અભિયાન, બૂકલેટ મારફતે લોકોને કરાશે જાગૃત

અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળી. જેમા લોકસભા 2024ની ચૂંટણીમાં રામ મંદિર નિર્માણ અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભાજપની ઐતિહાસિક સફળતા તરીકે પ્રોજેક્ટ કરી ચૂંટણીમાં તેનુ માઈલેજ મેળવવા અંગે પણ મંથન કરાયુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2024 | 7:39 PM
Share

અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળી. જેમા લોકસભા 2024ની ચૂંટણીમાં રામ મંદિર નિર્માણ અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભાજપની ઐતિહાસિક સફળતા તરીકે પ્રોજેક્ટ કરી ચૂંટણીમાં તેનુ માઈલેજ મેળવવા અંગે પણ મંથન કરાયુ.

દિલ્હીમાં સ્થિત ભાજપ હેડક્વાર્ટર પર રામ મંદિર મુદ્દે સૌથી મહત્વપૂર્ણ બેઠક મળી. ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઝુંબેશને દેશભરમાં ઘરે ઘરે કેવી રીતે પહોંચાડવી તેના પર મંથન કરાયુ. બેઠકમાં ભાજપ શાસિત તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખો સહિત પાર્ટીના બે-બે પદાધિકારીઓ અને પક્ષના વરિષ્ઠ આગેવાનો સામેલ હાજર રહ્યા હતા. જેમા રામમંદિરના ઉદ્દઘાટનને લગતી તૈયારીઓની સમીક્ષા કરાઈ. સાથે જ લોકસભાની ચૂંટણીના એજન્ડાને લઈને પણ ચર્ચા કરવામાં આવી. વર્ષ 2024ની ચૂંટણીમાં ભાજપે મત મેળવવા માટે ચૂંટણી પ્રચાર અભિયાનમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો લાભ ઉઠાવવા માટે આયોજનબદ્ધ યોજના બનાવી છે. બેઠકમાં ભાજપના અધિકારીઓને રામ મંદિર નિર્માણના મહોત્સવ પર મોટુ અભિયાન ચલાવવાનો મંત્ર આપવામાં આવ્યો.

ભાજપનો 7 સૂત્રીય એજન્ડા

  • પદાધિકારીઓને આપવામાં આવશે ટાસ્ક
  • ભાજપ-RSS સાથે મળીને કરશે પ્રચાર
  •  મંદિર માટે કરેલા પ્રયાસોનો પ્રચાર
  • દેશભરમાં હાથ ધરાશે જનજાગરણ અભિયાન
  • બૂકલેટ મારફતે લોકોને કરાશે જાગૃત
  • પ્રચાર માટે મોટા નેતાઓ અને મંત્રીઓની કમિટી
  • મંદિર નિર્માણ મોડું થવાનું ઠીકરું વિપક્ષો પર ફોડાશે
  • રામ મંદિરના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને લઈને દેશવ્યાપી અભિયાન
  • દેશના દરેક વ્યક્તિ અને દરેક ઘર સુધી પહોંચાડાશે મંદિરનો મુદ્દો
  • દેશના દરેક બૂથ સુધી મંદિરનો મુદ્દો પહોંચાડવા ખાસ યોજના
  • નવા મતદારો સાથે જોડાવા માટે બૂથ સ્તરે પણ અનેક કાર્યક્રમો
  • દરેક મતદારોને રામ મંદિરની ભવ્યતાથી વાકેફ કરવાની વ્યૂહરચના
  • રામ મંદિર આંદોલનમાં ભાજપની ભૂમિકા સમજાવતી બુકલેટ તૈયાર કરાશે

રામ મંદિર નિર્માણનો ફાયદો ઉઠાવવા માટે ભાજપે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેમા રામ મંદિરના મુદ્દાને જન જન સુધી અને તમામ ઘર સુધી લઈ જવાનું આયોજન છે. દેશના દરેક બુથ સુધી રામ મંદિરનો સંદેશ પહોંચાડવા ખાસ યોજના તૈયાર કરવામાં આવશે. દેશના દરેક મતદાતાને રામ મંદિરની ભવ્યતાથી વાકેફ કરી શકાય. ભાજપ દ્વારા રામ મંદિર આંદોલન અને મંદિર નિર્માણમાં પાર્ટીની ભૂમિકા સમજાવતી એક પુસ્તિકા પણ તૈયાર કરવામાં આવશે. સાથે જ લોકસભા ચૂંટણી પહેલા નવા મતદારો સાથે જોડાવા માટે બુથ સ્તરે કાર્યક્રમો પણ યોજવામાં આવશે. ભાજપ તેના ચૂંટણી પ્રચાર દરમિયાન એ મુદ્દાને પણ જોરશોરથી ઉઠાવશે કે કેવી રીતે વિરોધ પક્ષોએ મંદિરના નિર્માણમાં રોડા નાખ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદ રામકથા માટે આવેલા જગદગુરુ રામભદ્રાચાર્યનો હુંકાર, અયોધ્યા બાદ કાશી અને મથુરા પણ લઈને રહીશુ- વીડિયો

મોદીનું આહ્વાન…સૌથી મોટું અભિયાન !

  • RSS-VHP દ્વારા 15 દિવસ સુધી ડોર-ટુ-ડોર અભિયાન
  • 22 જાન્યુઆરીએ 5 લાખ મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ
  • તમામ મંદિરોમાં દીપોત્સવ, પૂજા, આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન
  • દેશભરના રામ મંદિરોમાં આયોજિત ઉત્સવનું થશે જીવંત પ્રસાણ
  • સમગ્ર વિશ્વ રામ મંદિરની ભવ્યતા નિહાળી શકે તેવો હેતુ
  • PM મોદીએ પણ લોકોને 22મીએ દીવા પ્રગટાવવાની કરી અપીલ

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">