AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ રામકથા માટે આવેલા જગદગુરુ રામભદ્રાચાર્યનો હુંકાર, અયોધ્યા બાદ કાશી અને મથુરા પણ લઈને રહીશુ- વીડિયો

અમદાવાદમાં ઘોડાસરમા આયોજિત રામકથામાં આવેલા જગતગુરુ રામભદ્રાચાર્ય મહારાજે ગુજરાતની ધરતી પરથી કાશી મથુરા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યુ કે 2024-2025 સુધીમાં કાશી મથુરા વિવાદનો પણ જલ્દી અંત આવશે. લોકસભા 2024ની ચૂંટણીમાં પીએમ મોદીને લઈને પણ તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2024 | 6:04 PM
Share

શ્રી તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજની રામકથાનો અમદાવાદમાં ઘોડાસર સ્મૃતિ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે અમદાવાદ આવેલા જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે અયોધ્યામાં ભગવાન રામ 14 વર્ષના વનવાસ બાદ પરત ફર્યા ત્યારે જે માહોલ હતો એ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કાશી મથુરા અંગે પૂછાતા જગદગુરુએ જણાવ્યુ કે કાશી મથુરા લઈને રહીશુ. કાશી મથુરા વિવાદનો પણ જલ્દી અંત આવશે. 2024-25 સુધીમાં વિવાદ ઉકેલાઈ જશે તેમ જણાવ્યુ હતુ. લોકસભા 2024ની ચૂંટણીમાં પીએમ મોદી ફરી ચૂંટાશે તેવી પણ તેમણે ભવિષ્યવાણી કરી અને ધર્મ અને અધર્મ વચ્ચેની આ ચૂંટણીમાં ધર્મ પીએમ મોદીની સાથે હોવાનું પણ તેમણે જણાવ્યુ.

ગુજરાત અને ગુજરાતી ભોજન વિશે કહી આ વાત

જગદગુરુ રામભદ્રાચાર્યએ જણાવ્યુ કે મને ગુજરાત બહુ ગમે છે અને ગુજરાતી ભોજન પણ બહુ ભાવે છે. ગુજરાત તો મારી ભૂમિ છે અને રાજકોટમાં તેમનો આશ્રમ હોવાની વાત પણ તેમણે કરી. જો કે નવાઈની વાત એ હતી કે ગુજરાતી ભાષા પર પણ જગદગુરુની સારી એવી પકડ છે અને તેઓ ગુજરાતી ભાષામાં જ મીડિયા સાથે સંવાદ કરતા જોવા મળ્યા હતા.  આપને જણાવી દઈએ કે રામભદ્રાચાર્ય નેત્રહિન છે. નેત્રહિન હોવા છતા તેમણે 22 ભાષા જાણે છે અને બોલી શકે છે, 230 પુસ્તકો લખ્યા છે અને પાણીની અષ્ટાધ્યાય જે લખ્યુ છે તેની પ્રસ્તાવના જ 10 હજાર પન્નાની છે અને 50 હજારથી વધુ શ્લોકો છે અને પીએમ મોદીએ તેનુ વિમોચન કર્યુ છે.

1984 થી સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી રામ જન્મભૂમિ ચળવળ સાથે જોડાયેલા રહ્યા જગદગુરુ રામભદ્રાચાર્ય

અયોધ્યામાં કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર એવુ ભવ્ય રામ મંદિર બનીને તૈયાર છે. 500 વર્ષની પ્રતિક્ષા અને અનેક કાયદાકીય અને લડાઈઓ બાદ અયોધ્યામાં ભગવાન રામ લલાની મૂર્તિનું સ્થાપન થવાનુ છે. 1984માં રામજન્મભૂમિ માટેની ચળવળ શરૂ થઈ ત્યારથી જગદગુરુ રામભદ્રાચાર્ય તેના સાક્ષી રહ્યા છે. તેઓ ખુદ પણ રામજન્મભૂમિની લડાઈનો હિસ્સો રહ્યા છે. બાબરી ધ્વંસ વખતે  તેમણે પણ પોલીસના લાઠીઓ ખાધી છે, 8-8 દિવસ સુધી જેલવાસ ભોગવ્યો છે અને કોર્ટની દરેકે દરેક લડાઈમાં જ્યાં જરૂર પડી ત્યાં સાક્ષી તરીકે હાજર પણ થયા હતા. આપને જણાવી દઈએ કે જગદગુરુ રામભદ્રાચાર્ય આંખોથી જોઈ શક્તા નથી. તેઓ માત્ર બે મહિનાના હતા ત્યારે જ આંખોના બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે આંખોની રોશની ગુમાવી હતી.

આ પણ વાંચો:  સરદારની નીતિ પર કામ કરી રહી છે મોદી સરકાર, જયશંકરે પાકિસ્તાન-ચીનને લીધુ આડેહાથ, જાણો શું કહ્યું ?

પોતાના નેત્રહિન હોવા અંગે જગદગુરુ સ્પષ્ટપણે જણાવે છે કે सर्वस्य लोचनं शास्त्रं यस्य नास्त्यंध एव सः। શાસ્ત્ર જ સાચુ નેત્ર છે અને જેમની પાસે શાસ્ત્ર નથી તેઓ અંધ છે. રામજન્મ ભૂમિ અંગે કોર્ટમાં જ્યારે ગવાહી આપવાની થઈ ત્યારે અનેક ધર્માચાર્યોએ પીછેહઠ કરી હતી એ સમયે જગદગુરુ રામભદ્રાચાર્યએ કોર્ટમાં જુબાની આપવાની તૈયારી બતાવી હતી. એ સમયે એમણે કહ્યુ હતુ કે હું વશિષ્ઠ ગોત્રી બ્રાહ્મણ છુ, મારા પૂર્વજોએ રામનુ નમક ખાધુ છે અને મે પણ ખાધુ છે આથી જુબાની તો હું આપીશ. પીએમ મોદીને તેઓ તેમના મિત્ર માને છે. તેઓ કહે છે કે 1988માં જ્યારે અડવાણીએ રથયાત્રા નીકળી હતી ત્યારે તેમની મિત્રતા થઈ હતી અને તેઓ આજે પણ તેમના મિત્ર છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">