Kheda : ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત, જુઓ Video

Kheda : ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2025 | 3:07 PM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે વધુ એક વાર ખેડામાં અકસ્માત સર્જાયો છે. ખેડામાં અકસ્માતમાં માતા-પુત્રનું મોત થયું છે. રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં હેડ કોન્સ્ટેબલ અને તેમની માતાનું મોત થયું છે.

મળતી માહિતી અનુસાર મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શંકર સોલંકીનું મોત થયું છે. એક જ પરિવારમાંથી 2 લોકોના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ગાડીમાં સવાર અન્ય લોકોને ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ગોતા અંડર બ્રિજ પાસે સર્જાયો હતો અકસ્માત

બીજી તરફ અમદાવાદના ગોતા બ્રિજ નીચે અકસ્માત સર્જાયો હતો. બ્રિજ નીચે સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હીરામણી સ્કૂલ બસ ચાલકે કાર ચાલક સાથે અકસ્માત સર્જ્યો હતો. જો કે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ સર્જાયો હતો.

Published on: Jan 22, 2025 02:45 PM
g clip-path="url(#clip0_868_265)">