Punjab Crisis: પંજાબ કોંગ્રેસમાં કકળાટ યથાવત, સોનિયા ગાંધીએ નામ સુચવ્યુ, અંબિકા સોનીએ ના પાડી
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સોનિયા ગાંધી સહિત પાર્ટી હાઇકમાન્ડે સર્વાનુમતે પંજાબના મુખ્યમંત્રી માટે અંબિકા સોનીનું નામ આગળ ધપાવ્યું છે. આ નિર્ણય સાથે કોંગ્રેસે આજે મળનારી વિધાનસભા પક્ષની બેઠક પણ રદ કરી છે.
Punjab Crisis: કોંગ્રેસમાં હંગામો વચ્ચે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ (National president) સોનિયા ગાંધી (Sonia Gandhi)એ રાજ્યના મુખ્યમંત્રીના ચહેરા તરીકે અંબિકા સોનીના નામ પર મહોર લગાવી છે. જોકે, સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અંબિકા સોનીએ પોતાને પંજાબના મુખ્યમંત્રી (Chief Minister Punjab)ની રેસથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે.
દરમિયાન, પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે, પંજાબના મુખ્યમંત્રીની પસંદગી આજે જ હાઈકમાન્ડ (High Command)કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી સહિત પાર્ટી હાઈકમાન્ડે સર્વાનુમતે પંજાબના મુખ્યમંત્રી માટે અંબિકા સોની (Ambika Soni)નું નામ આગળ કર્યું છે.
વિધાનસભા પક્ષની બેઠક બોલાવી!
સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી કાર્યાલયનું હેલિકોપ્ટર અંબિકા સોની (Ambika Soni)ને લેવા માટે રવાના થયું છે. હાઈકમાન્ડનો આ નિર્ણય 11 વાગ્યે બેઠક મળશે, દરમિયાન, એવા સમાચાર છે કે, નવજોત સિંહ સિદ્ધુનો કેમ્પ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવાની માંગ કરી રહ્યો છે.
સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, પંજાબના મુખ્યમંત્રી તરીકે અંબિકા સોનીનું નામ નક્કી કરવાના નિર્ણયની સાથે કોંગ્રેસે આજે યોજાનારી વિધાનસભા પક્ષની બેઠક પણ રદ કરી છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર અંબિકા સોની (Ambika Soni)એ પંજાબના મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી છે. તેમણે સ્વાસ્થ્યને લઈને મુખ્યમંત્રી બનવાની ઓફર ઠુકરાવી દીધી છે. જો કે, સ્વાસ્થ્યના કારણો સિવાય, પંજાબ કોંગ્રેસ (Punjab Congress)માં ઉથલપાથલથી તે દુખી હોવાનું પણ કહેવાય છે. અંબિકા સોની કેપ્ટનના જૂથના નેતા હોવાનું કહેવાય છે.
સોનિયા ગાંધીએ બેઠકમાં વિનંતી કરી, મુખ્યમંત્રી પસંદ કરો
મહત્વનું છે કે, શનિવારે કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. શનિવારે પંજાબમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને વિધાયક દળના આગામી નેતા અંગે નિર્ણય લેવાની વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો હતો.
પાર્ટીના રાજ્ય પ્રભારી હરીશ રાવત અને કોંગ્રેસના કેન્દ્રીય નિરીક્ષક અજય માકનના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય દળની બેઠકમાં અમરિંદર સિંહના પંજાબ અને પક્ષ પ્રત્યેના યોગદાન બદલ તેમનો આભાર માનતા બીજો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
રાવતે કહ્યું, “કોંગ્રેસમાં પરંપરા રહી છે કે નવા નેતાની પસંદગી માટે કોંગ્રેસ અધ્યક્ષને અધિકૃત કરવા જોઈએ. પંજાબની અમારી વિધાનસભા પાર્ટીએ પણ આ જ પરંપરાનું પાલન કર્યું અને કોંગ્રેસના પ્રમુખને નવા નેતા નક્કી કરવા વિનંતી કરી. કોંગ્રેસ અધ્યક્ષ જે પણ નેતા પસંદ કરશે તે બધા જ સ્વીકારશે.તેની સાથે જ માકને કહ્યું કે કોંગ્રેસ પક્ષના 80 માંથી 78 ધારાસભ્યો ધારાસભ્ય દળની બેઠકમાં હાજર હતા અને મુખ્યમંત્રી માટે કોઈ નામની ચર્ચા કરવામાં આવી ન હતી.