Mahakumbh 2025: યાત્રીઓ માટે સ્પાઈસ જેટની ફ્લાઈટ બની યાદગાર, કેપ્ટને વિમાનમાં બેઠા બેઠા જ કરાવ્યું કુંભ સ્નાન, જુઓ video
પાયલોટે બધા સંગમ આવતાની સાથે યાત્રીકોનું ધ્યાન દોર્યું, સલામતી સૂચનાઓ આપી અને મહા કુંભની પવિત્રતા પર પ્રકાશ પાડ્યો અને મહાકુંભના દર્શન કરાવ્યા.
મહાકુંભ તરફ જઈ રહેલા ભક્તો માટે સ્પાઈસ જેટની ફ્લાઈટ એક યાદગાર અનુભવ બની ગઈ, જ્યારે પાઈલટે પરંપરાગત સુરક્ષા અનાઉન્સમેન્ટ છોડીને યાત્રીકોને કુંભના દર્શન કરાવ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાઈલટની ઉત્સાહી શૈલી લોકોના દિલને સ્પર્શી ગઈ.
પાયલોટે બધા સંગમ આવતાની સાથે યાત્રીકોનું ધ્યાન દોર્યું, સલામતી સૂચનાઓ આપી અને મહા કુંભની પવિત્રતા પર પ્રકાશ પાડ્યો અને મહાકુંભના દર્શન કરાવ્યા. વીડિયોમાં જોતા દેખાય છે કે, સમગ્ર કુંભ લાઇટથી ઝગમગી ઉઠ્યું છે. આ દશ્ય ખુબ સુંદર છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025નું છેલ્લું સ્નાન બુધવારે મહાશિવરાત્રીના દિવસે થશે, જેના માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મહા કુંભના અંતિમ સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મંગળવારે સાંજે 4 વાગ્યાથી કુંભ મેળાના વિસ્તારને વાહન પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.આ સાથે જ સાંજે 6 વાગ્યાથી સમગ્ર પ્રયાગરાજમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. માત્ર આવશ્યક વાહનોને જ છૂટ આપવામાં આવશે.

સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો

Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા

હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે

Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
