Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાશિવરાત્રી પર્વે સુરતમાં ઘી થી બનાવેલી શિવજીની પ્રતિકૃતિઓ બનશે આકર્ષણનું કેન્દ્ર- જુઓ Photos

સુરતી લાલાઓ હર હંમેશ કંઈક અનોખુ કરવા માટે જાણીતા છે. ત્યારે આ વખતે મહાશિવરાત્રી પર્વે પણ તેઓ કેમ પાછળ રહે. સુરતના વિવિધ શિવાલયોમાં ઘીથી બનાવેલી વિવિધ શિવજીની પ્રતિકૃતિઓ જોવા મળશે. સુરતના સલાબતપુરા આર્ટિસ્ત પ્રકાશભાઈ દર વર્ષે ઘી ના કમળ બનાવે છે આ વખતે તેમણે ઘી માંથી શિવજીની વિવિધ પેઈન્ટીંગ્સ તૈયાર કરી છે. નીચે સ્ક્રોલ કરીને જુઓ મનમોહક આ તસવીરો

Sanjay Chandel
| Edited By: | Updated on: Feb 25, 2025 | 9:20 PM
સુરતમાં મહાશિવરાત્રી વખતે ઘીથી બનાવેલું શિવજીનું ચિત્ર પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. સુરતના દરેક શિવ મંદિરમાં મહાદેવના ભક્તો દ્વારા સુંદર મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે.

1 / 7
દરવર્ષે શિવ મંદિરમાં ઘીના કમળ તો મુકવામાં આવે છે. પરંતુ આ વર્ષે કેટલાક મંદિરમાં ઘીના કમળ સાથે ઘી થી બનાવેલું શિવજીનું ચિત્ર પણ મુકવામાં આવશે.

2 / 7
જે ભક્તોમાં આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ છેલ્લા 35 વર્ષથી ઘીના કમળ બનાવે છે.

3 / 7
તેઓ આ વખતે અલગ-અલગ થીમ ઉપર શિવજીનું ચિત્ર પણ ઘીમાં બનાવ્યું છે. ઘીને ઓગાળીને તેને તાવડીમાં રેડીને ઠંડુ થયા બાદ તેના ઉપર પેન્ટિંગ કરવામાં આવે છે.

4 / 7
પેન્ટિંગ કરતી વખતે માત્ર ઓઈલ કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આના પર પેન્ટિંગ માત્ર રાત્રીના સમયે જ કરવામાં આવે છે કારણકે, દિવસ દરમિયાન ગરમી હોવાના કારણે ઘી પીગળી જતો હોય છે.

5 / 7
જેથી ઘી ઉપર પેન્ટિંગ કરતા ઘણી કાળજી રાખવામાં આવે છે શુદ્ધ ઘીમાં બનેલી આ પેન્ટિંગ ઘણી મનમોહક લાગે છે. નાની પેન્ટિંગ બનાવવામાં બે કિલો ઘી અને ત્રણ થી પાંચ કલાકનો સમય લાગે છે અને મોટી પેઇન્ટિંગ બનાવવામાં 10 થી 15 કિલો ઘી અને ચાર થી પાંચ દિવસમાં બનાવવામાં આવે છે.

6 / 7
જોકે આ જરીવાલા પરિવારની છેલ્લા 35 વર્ષથી અનોખી શિવ ભક્તિ છે જેવું મન તેવા આકાર સાથે  શિવ ભક્તિ થઈ રહી છે.

7 / 7

હિંદુ ધર્મમાં, મહાશિવરાત્રીનું ખુબ મહત્વ છે, મહા શિવરાત્રી મહા મહિનાની સુદ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે, એક ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. મહાશિવરાત્રીને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">