25 : February

મહાશિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવા ઘરે જ કરો રૂદ્રાભિષેક 

Photo : Instagram

મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025ના રોજ છે. નિશિતા કાળમાં(મધ્યરાત્રી) રૂદ્રાભિષેક કરવા માટે શુભ છે.

રૂદ્રાભિષેક માટે ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાને સારી રીતે સાફ કરો.આમ કરો અને પછી તાંબાના વાસણમાં માટી કે ધાતુથી બનેલા શિવલિંગની સ્થાપના કરો.

રૂદ્રાભિષેક માટે શિવલિંગ પર જળ ચઢાવો,પંચામૃત ચઢાવો.

શ્રૃંગી સાથે 108 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો.શિવલિંગને જળ અર્પણ કરો.

શિવલિંગ પર વસ્ત્ર  ચઢાવો. રાખ, ચંદન,ગુલાલ, ફૂલ, બેલપત્ર ચઢાવો.

ભગવાન શિવને કાચા દૂધનો અભિષેક કરો,વ્યક્તિને દીર્ધાયુષ્યના આશીર્વાદ મળે છે.

ઘીનો અભિષેક કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને રોગોથી રાહત મળે છે.