25 February 2025

ઘરમાં બંધ કે તૂટેલી ઘડિયાળ કેમ ન રાખવી જોઈએ? આટલું જાણી લેજો નહીં તો પછતાશો

Pic credit - Meta AI

સામાન્ય રીતે ઘરમાં ડ્રોઈંગ રૂમથી લઈને બેડરૂમ સુધી દરેક જગ્યાએ ઘડિયાળો લગાવવામાં આવે છે. જે ઘરમાં સમય બતાવવાની સાથે સુંદરતામાં પણ વધારો કરે છે.

Pic credit - Meta AI

પરંતુ ઘણીવાર ઘડિયાળ બંધ થઈ જાય તો લોકો તેને દિવાલ પર લગાવી રાખે છે અને તેને ફરી ચાલુ કરાવવા પર ધ્યાન આપતા નથી.

Pic credit - Meta AI

તેવી જ રીતે લોકો ઘરમાં તૂટેલી ઘડિયાળ પણ મૂકી રાખે છે, તો વાસ્તુશાસ્ત્રના મતે ઘરમાં તૂટેલી કે બંધ ઘડિયાળ કેમ ના રાખવી જોઈએ, ચાલો જાણીએ

Pic credit - Meta AI

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બંધ પડેલી ઘડિયાળ અશુભતાનું પ્રતિક છે તે આવનારી પરેશાનીઓ દર્શાવે છે. જેના કારણે ઘરમાં નકારાત્મકતા આવે છે.

Pic credit - Meta AI

બંધ કે તૂટી ગયેલી ઘડિયાળના કારણે પરિવારના સભ્યોને આર્થિક તંગી સહિત જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Pic credit - Meta AI

તેમજ બંધ અથવા તૂટેલી ઘડિયાળ જીવનની પ્રગતિમાં અવરોધ બને છે.

Pic credit - Meta AI

તૂટેલી કે બંધ ઘડિયાળ પહેરેવી પણ ના જોઈએ, તે વ્યક્તિની કારકિર્દી વૃદ્ધિ અટકાવી દે છે અથવા નિર્ણય લેવામાં વિલંબ અનુભવી શકે છે

Pic credit - Meta AI

બંધ અને તૂટેલી ઘડિયાળ શારીરિક અને આધ્યાત્મિક બંને રીતે તમારી પ્રગતિ ધીમી પડી શકે છે.

Pic credit - Meta AI

બંધ ઘડિયાળ અને તૂટેલી ઘડિયાળ તમારા સંબંધોમાં તણાવ અને હતાશા પેદા કરે છે, તેમજ સબંધોમાં ખટાશ પણ આવી શકે છે

Pic credit - Meta AI

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને વાસ્તુશાસ્ત્રના આધારે છે આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.

Pic credit - Meta AI