મોદી મોદીના નારાથી ગૂંજી ઉઠયુ દેશનું છેલ્લુ ગામ, આદિવાસી સમુદાયે વડાપ્રધાનને આપ્યુ અનોખું ભોજપત્ર
Mana village: વડાપ્રધાન મોદી આજે પહેલીવાર ઉત્તરાખંડના પ્રવાસ દરમિયાન ભારતના છેલ્લા ગામ 'માના' પહોચ્યા હતા. તેમણે ત્યાં પહેલી જનસભાને પણ સંબોધિત કરી હતી. વડાપ્રધાનના આગમન સાથે સભા મોદી મોદીના નારાથી ગૂંજી ઉઠી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) હાલમાં ઉત્તરાખંડના 2 દિવસીય પ્રવાસે છે. આજે કેદારનાથ અને બદ્રીનાથની (Kedarnath -Badrinath) મુલાકાતે હતા. તેમણે આજે વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યુ અને કેટલાક નવા પ્રોજેક્ટ્સનો પાયો પણ નાખ્યો. વડાપ્રધાન મોદીના આગમન સાથે, ત્યાં હાજર ભક્તો પણ ઉત્સાહમાં હતા. કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં ફૂલોના ઘણા ક્વિન્ટલથી શણગારવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીના મંદિર દર્શન સમયે ત્યાં ઉત્સાહ, ભક્તિ અને આંનદનું વાતાવરણ હતુ. વડાપ્રધાનને જોવા લોકો મોટી માત્રામાં ભેગા થયા હતા.
વડાપ્રધાન મોદી આજે પહેલીવાર ઉત્તરાખંડના પ્રવાસ દરમિયાન ભારતના છેલ્લા ગામ ‘માના’ પહોચ્યા હતા. તેમણે ત્યાં પહેલી જનસભાને પણ સંબોધિત કરી હતી. સરહદથી જોડાયેલા આ ગામમાં કનેક્ટિવિટીની યોજનાનું શિલાન્યાસ કર્યા બાદ તેમણે ત્યાંની જનતાને સંબોધિત કરી હતી. વડાપ્રધાનના આગમન સાથે સભા મોદી મોદીના નારાથી ગૂંજી ઉઠી હતી.
મોદી મોદીના નારાથી ગૂંજી સભા
વર્ષો બાદ કોઈ વડાપ્રધાન ભારતના આ છેલ્લા ગામમાં આવ્યા હતા. તેથી લોકોએ ઉત્સાહ ભેર વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતુ. આખી સભા મોદી મોદીના નારાથી ગૂંજી ઉઠી હતી.
વડાપ્રધાન મોદીને અનોખુ ભોજ પત્ર અપર્ણ કરવામાં આવ્યુ
PM Narendra Modi was presented a unique ‘Bhoj Patra’ today by the tribal community from Niti-Mana valley, a border region of Joshimath, Uttarakhand.
Tribal communities expressed gratitude towards the PM for working to rejuvenate sacred pilgrimage sites, among other things. pic.twitter.com/06pbPllDuv
— ANI (@ANI) October 21, 2022
ઉત્તરાખંડના જોશીમઠના સરહદી વિસ્તાર નીતિ-માના ખીણમાંથી આદિવાસી સમુદાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે અનોખું ‘ભોજ પત્ર’ આપવામાં આવ્યુ હતુ. આદિવાસી સમુદાયોએ અન્ય બાબતોની સાથે પવિત્ર તીર્થસ્થાનોને પુનઃજીવિત કરવા માટે કામ કરવા બદલ વડાપ્રધાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આ ભોજપત્ર માના ગામના સરપંચ બીના બડવાલ આ ભોજપત્ર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યુ હતુ. ભોજપત્ર વૃક્ષ (હિમાલયન બિર્ચ) પશ્ચિમ હિમાલયમાં ઊંચાઈવાળા પ્રદેશોમાં (2500-3500 મીટર) ઉગતું એક પાનખર વૃક્ષ છે. તેનું મહત્વ એ છે કે મહાભારત અને અન્ય પ્રાચીન ગ્રંથો ભોજપત્રના ઝાડની છાલ પર લખવામાં આવ્યા હતા.પરંપરાગત રીતે કુદરતી રંગોમાંથી બનેલી શાહી (ચૂનાના પત્થર + પાંદડા + ફૂલોનું મિશ્રણ કરીને) બનાવેલ કલમ (પેન)નો ઉપયોગ આ ભોજપત્ર પર થયો છે.
ભારતનું છેલ્લુ ગામ માના
ભારતનું છેલ્લુ ગામ માના, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં છે. તે ચીનની સીમાથી 24 કિલોમીટર દૂર છે. માના ગામ બદ્રીનાથ ધામથી 3 કિલોમીટર દૂર છે. આ ગામમાં ભોતિયા એટલે કે મંગોલ આદિવાસી જાતિના લોકો વધારે રહે છે. આ ગામ સરસ્વતી નદી કિનારે છે. તે હિમાયલાના પહાડોથી ઘેરાયેલુ છે. માના ગામ વર્ષ 2019માં સૌથી સ્વચ્છ ગામ જાહેર થયુ હતુ.
આ ગામને સ્વર્ગ તરફ જવાનો રસ્તો પણ ઘણવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર , પાંડવો અને દ્રોપદી સશરીર સ્વર્ગ જવા માટે આ ગામમાંથી પસાર થયા હતા. આ ગામમાં એક ભીમ પુલ પણ છે. જે ભીમ દ્વારા બનાવવામાં આવેલ હોવાની માન્યતા છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર આ ગામમાં 1214 લોકો વસતા હતા.