મહારાષ્ટ્રમાં શરદ પવારની મોટી જાહેરાત, દીકરી સુપ્રિયા સુલે બારામતીથી લડશે લોકસભાની ચૂંટણી!

NCP પ્રમુખ શરદચંદ્ર પવારે સુપ્રિયા સુલેને બારામતીથી ઉમેદવાર જાહેર કર્યા છે. આ જાહેરાત શરદ પવારે પુણેના ભોર વિસ્તારમાં MVAની બેઠકમાં કરી હતી.

મહારાષ્ટ્રમાં શરદ પવારની મોટી જાહેરાત, દીકરી સુપ્રિયા સુલે બારામતીથી લડશે લોકસભાની ચૂંટણી!
Follow Us:
| Updated on: Mar 09, 2024 | 11:20 PM

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે તેમની પુત્રી અને બે વખત સાંસદ રહી ચૂકેલી સુપ્રિયા સુલેને બારામતીથી ઉમેદવાર જાહેર કર્યા છે. પુણેના ભોર વિસ્તારમાં મહાવિકાસ અઘાડી દ્વારા આયોજિત બેઠક દરમિયાન શરદ પવારે આ જાહેરાત કરી હતી. અમરાવતી બેઠક પરથી સુપ્રિયા સુલેની ચૂંટણી લડવાની જાહેરાત થતાં જ તે હોટ સીટ બની ગઈ છે.

સુપ્રિયાના નામની જાહેરાત બાદ બારામતી બેઠક પર એક જ પરિવાર વચ્ચે રાજકીય સંઘર્ષ પણ જોવા મળી શકે છે. આ કારણ છે કે તાજેતરમાં જ NCP અજિત પવાર જૂથના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ મીડિયા સામે કહ્યું હતું કે જો બારામતી સીટ સીટ વહેંચણીમાં NCPના ક્વોટા હેઠળ આવે છે, તો સુનેત્રા પવાર ચૂંટણી લડશે. સુનેત્રા પવાર, જે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની પત્ની અને સુપ્રિયા સુલેની ભાભી છે.

આવી સ્થિતિમાં તમામની નજર મહાયુતિની બેઠકોને લઈને થતી ચર્ચા પર ટકેલી છે. જો બારામતી સીટ એનસીપીના ક્વોટામાં જાય છે, તો મહારાષ્ટ્રના રાજકારણમાં 50 વર્ષમાં પહેલીવાર એવું બનશે કે પવાર પરિવાર એકબીજાનો સામનો કરશે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

જોકે, ભાજપ અને શિવસેના સાથે એનસીપીની સીટ વહેંચણી અંગેની ડીલ હજુ સુધી ફાઈનલ થઈ નથી. સીટો પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી એકનાથ શિંદે શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા.

હકીકતમાં, શરદ પવારના નેતૃત્વમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં વિભાજન થયું જ્યારે અજિત પવાર તેમના કાકાનો પક્ષ છોડીને ગયા વર્ષે એકનાથ શિંદે સરકારમાં જોડાયા. પાર્ટી સાથે છેડો ફાડ્યા પછી અજિત પવાર અહીં જ ન રોકાયા, તેમણે ચૂંટણી પંચમાં પાર્ટીના નામ અને ચિહ્ન પર પોતાનો દાવો પણ મૂક્યો. ચૂંટણી પંચે અજિત પવારના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. શરદ પવારના હાથમાંથી પાર્ટી છીનવાઈ ગઈ અને ચૂંટણી ચિન્હ પણ ખોવાઈ ગયું.

પવાર પરિવારમાં તણાવ વધી ગયો

પાર્ટીમાં ભાગલા પડ્યા બાદ શરદ પવારના પરિવારમાં તણાવ વધી ગયો હતો. ઘણી વખત એવું જોવા મળ્યું હતું કે જાહેર સભામાં અજિત પવાર તેમના કાકા શરદ પવારને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની સલાહ પણ આપતા જોવા મળ્યા હતા. બીજી તરફ શરદ પવારે પણ અજિત પવારનું નામ લીધા વગર અનેક અવસરો પર નિશાન સાધ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">