World Travel And Tourism Festival 2025 : આ સ્થળે યોજાવા જઈ રહ્યો છે વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલ, જાણો શું હશે ખાસ
મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં વર્લ્ડ ટ્રાવેલ ટુરિઝમ મહોત્સવનું શાનદાર આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં તમને માત્ર ટ્રાવેલ વિશે જાણવાનું જ નહિ પરંતુ દેશથી લઈ વિદેશની સંસ્કૃતિથી પણ પરિચિત થવાની તક મળશે. 14 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 2025 સુધી ચાલનારા આ મહોત્સવમાં રંગબેરંગી કાર્યક્રમોથી લઈને સ્વાદની પણ મજા માણી શકશો.
TV9 નેટવર્ક અને રેડ હેટ કોમ્યુનિકેશન્સ વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલનું આયોજન કરવા જઈ રહ્યા છે, આ મહોત્સવને આયોજિત કરવા પાછળ ભારતીય પર્યટકોને એક નવો અનુભવ આપવાની સાથે પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો પણ છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવા માટે દિલ્હી તૈયાર છે. આ મહોત્સવ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ત્રણ દિવસ માટે યોજાશે.
આ ફેસ્ટિવલ ભારતીય પર્યટન ક્ષેત્રમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કારણ કે, જેમાં દુનિયાભરની બ્રાન્ડ, પ્રવાસીઓ એક મંચ પર આવવાની તક મળશે. આ મહોત્સવને એન્જોય કરવા માટે ખાસ પ્લાન કરવામાં આવ્યો છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, કલાકારો દ્વારા મ્યુઝિકની પ્રસ્તુતિ, ટ્રાવેલ ટ્રેક જોન, રોમાંચક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ફેસ્ટિવલમાં શું શું ખાસ હશે, જાણો
આ મહોત્સવમાં તમે પણ ભાગ લઈ શકો છો કારણ કે, આમાં માત્ર તમને ખાલી ટ્રાવેલ વિશે જાણવા નહિ મળશે, સાથે નવું શીખવા પણ મળશે અને આપણી સંસ્કૃતિ વિશે પણ જાણવા મળશે. તો ચાલો જાણીએ કે 14 ફ્રેબુઆરીથી લઈ 16 ફ્રેબુઆરી સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં શું શું ખાસ હશે.
કલ્ચર પરફોર્મન્સ એન્જોય કરી શકશો : જો તમે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલનો ભાગ બનો છો, તો અહિ તમને ભારતના રાજ્યોના સંગીત, લોક નૃત્યનો શાનદાર અનુભવ મળશે, કારણ કે, ડાન્સ મ્યુઝિક રંગારંગ કાર્યક્રમ હશે. આ ફેસ્ટિવલમાં તમને બીજા દેશની પરંપરાઓને જાણવાની પણ તક મળશે.
સ્વાદિષ્ટ ભોજનનો આનંદ : આ ફેસ્ટિવલમાં અલગ અલગ દેશો અને ભારતીય રાજ્યોના શેફના હાથથી બનેલી ખાસ ડિશનો સ્વાદ ચાખવાની તક મળશે. જો તમે ફુડના શોખીન છો તો અહિ તમને ખાસ અનુભવ મળશે.
વર્ચ્યુઅલ રિયાલિટી અનુભવ : આ મહોત્સવમાં તમને વર્ચ્યુઅલ રિયાલિટીનો પણ અનુભવ થશે, જેમાં તમને એવું લાગશે કે તમે તમારા ડ્રીમ વેકેશન પર આવ્યા છો. જો તમારી પાસે કોઈ પ્રવાસનું આયોજન છે પરંતુ તે રદ થઈ રહ્યું છે, તો તમે વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા આ ઉત્સવમાં તેનો અનુભવ કરી શકો છો.
મ્યુઝિકલ સાંજ : મહોત્સવમાં મ્યુઝિકલ ઈવનિંગનું પણ આયોજન કરવામાં આવશે જેમાં બેન્ડ અને કલાકારો દ્વારા અદ્ભુત પ્રદર્શન કરવામાં આવશે અને તમારી સાંજ યાદગાર બની જશે.
ટ્રાવેલ ટેક ઝોન : ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલમાં ટ્રાવેલ ટેક ઝોન તમારા પ્રવાસના અનુભવને વધારવા માટે રચાયેલ ટ્રાવેલ ગેજેટ્સ અને એપ્લિકેશન વિશે જાણી શકશો. જો તમને ટેકનોલોજી વિશે ઉત્સુકતા હોય તો ચોક્કસપણે અહીં મુલાકાત લો.