આજનું હવામાન : ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી, બેવડી ઋતુનો થશે અનુભવ, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી, બેવડી ઋતુનો થશે અનુભવ, જુઓ Video

| Updated on: Jan 24, 2025 | 7:44 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે.જ્યારે ઉત્તરપૂર્વના પવન ફૂંકાય રહ્યાં છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે.જ્યારે ઉત્તરપૂર્વના પવન ફૂંકાય રહ્યાં છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. વેસ્ટરન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે.

રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ

હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અરવલ્લી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જુનાગઢ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. જ્યારે મહેસાણા, મોરબી, કચ્છ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, અમરેલી, આણંદ, ખેડા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

g clip-path="url(#clip0_868_265)">