દિવાળી પાર્ટીમાં જોવા મળ્યો શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટનો ટ્રેડિશનલ લુક
મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા (Shloka Mehta) પણ પહોંચી હતી. શ્લોકા મહેતા અનંત અંબાણીની કથિત ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. તેઓએ સાથે મળીને પાપારાઝી માટે પોઝ આપ્યો.

ફેસ્ટિવ સિઝન શરૂ થઈ ગઈ છે. બોલિવૂડમાં પણ સેલિબ્રિટીઓએ દિવાળી પાર્ટી કરવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે રાત્રે ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલિવૂડના જાણીતા સ્ટાર્સે અહીં હાજરી આપી હતી. તમામ એક્ટ્રેસના ટ્રેડિશનલ લુક વાયરલ થઈ રહ્યા છે. આ પાર્ટીમાં આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા પણ પહોંચી હતી. શ્લોકા મહેતા (Shloka Mehta) અનંત અંબાણીની કથિત ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. તેઓએ સાથે મળીને પાપારાઝીને પોઝ આપ્યા છે. સ્ટાર સ્ટડેડ પાર્ટીમાં શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટે (Radhika Merchant) દિવાળી પાર્ટી માટે મનીષ મલ્હોત્રાનું લેટેસ્ટ કલેક્શન પહેર્યું હતું.
શ્લોકા મહેતા સાડીમાં લાગી રહી છે સુંદર
શ્લોકા મહેતાએ ટ્રિપલ ટોનવાળી હેવી સાડી પહેરી હતી. શ્લોકાની આ સાડી ખૂબ જ સુંદર હતી. તેણે પોતાના લુકને ડાયમંડ ચોકર નેકલેસ, મેચિંગ રીંગ્સ, ઈયર કફ્સ, હાઈ હીલ્સ સાથે કૈરી કર્યો હતો. ખુલ્લા વાળ, પિંક શેડની લિપસ્ટિક, કાજલ, સ્લીક આઈલાઈનર, મસ્કરા, સ્મોકી આઈશેડો લગાવીને સુંદરતામાં વધારો કર્યો હતો.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
રાધિકા મર્ચન્ટે લહેંગા પહેર્યો હતો. આઈવરી લહેંગામાં તે સ્ટનિંગ લાગી રહી હતી. આ A લાઈન લહેંગામાં ગુલાબી tulle દુપટ્ટા તેના આઉટફિટને સુપર ક્લાસી બનાવી રહ્યો છે. રાધિકાએ ડાયમંડ ચોકર નેકલેસ, ડૈંગલિંગ ઈયરિંગ્સ, હાઈ હીલ્સ, વિંગ્ડ આઈલાઈનર, ગ્લોઈંગ મેકઅપ સાથે પોતાના લુકમાં ગ્લેમર બનાવ્યો હતો. શ્લોકા અને રાધિકા બંનેના લુક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રાધિકા અને શ્લોકાનો આ ટ્રેડિશનલ લુક ફેશન ગોલ આપે છે.
મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. યંગ એક્ટ્રેસે તેમના ગ્લેમરસ લુકથી પાર્ટીમાં રોનક વધારી હતી. મનીષ મલ્હોત્રાની ગેસ્ટ લિસ્ટમાં કરણ જોહર, કેટરિના કૈફ, વિકી કૌશલ, અનન્યા પાંડે, સારા અલી ખાન, કરણ જોહર, મલાઈકા અરોરા, આદિત્ય રોય કપૂર, નવ્યા નંદા, શ્વેતા બચ્ચન, સુહાના ખાન જેવા સ્ટાર્સ પહોંચ્યા હતા.