AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Gujarati Language Day: આપણી ભાષાનો ઈતિહાસ અને મહત્વ જાણી ગર્વથી કહેશો ‘ગર્વ છે ગુજરાતી છું’

આજે વિશ્વનો કોઈ એવો દેશ નથી જ્યા ગુજરાતીઓ ન હોય. ટૂંકમાં આ ધરતીના દરેક દેશ પર ગુજરાતી ભાષા બોલનાર ગુજરાતી વસે છે. એ જ ગુજરાતી ભાષાના મહત્વને વધાવવાનો આજ દિવસ છે.

World Gujarati Language Day: આપણી ભાષાનો ઈતિહાસ અને મહત્વ જાણી ગર્વથી કહેશો 'ગર્વ છે ગુજરાતી છું'
World Gujarati Language DayImage Credit source: tv9 gfx
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 5:32 PM
Share

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાર ગુજરાત. આપણી ગુજરાતી ભાષા, ગુજરાતી લોકો અને ગુજરાત રાજય તેના ઈતિહાસ, મહત્વ, પરંપરા, વૈભવ અને હર્ષો ઉલ્લાસથી ઉજવાતા તહેવારો માટે આજે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આજે વિશ્વનો કોઈ એવો દેશ નથી જ્યા ગુજરાતીઓ ન હોય. ટૂંકમાં આ ધરતીના દરેક દેશ પર ગુજરાતી ભાષા બોલનાર ગુજરાતી વસે છે. એ જ ગુજરાતી ભાષાના મહત્વને વધાવવાનો આજ દિવસ છે. 24 ઓગસ્ટ એટલે કવિ નર્મદનો જન્મદિવસ. દર વર્ષે 24 ઓગસ્ટે કવિ નર્મદના (Poet Narmad) જન્મદિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે. આ મહાન કવિનો જન્મ વર્ષ 1833માં સુરતમાં થયો હતો. તેમણે ગુજરાતી ભાષાને આગળ લાવવા જીવનભર જે યોગદાન આપ્યુ તેને કારણે તેમના જન્મ દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ (World Gujarati Language Day) તરીકે ઉજવવામાં આવે છે.

ભાષાઓમાં કોઈ સ્પર્ધા ન હોવી જોઈએ. વિશ્વની દરેક ભાષાનું પોતાનું અલગ મહત્વ છે. દરેકને પોતાની ભાષા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ અને તેણે પોતાની ભાષાનું ગૌરવ વધારવા જીવનભર કામ કરવું જોઈએ. એ હકીકત છે કે પશ્ચિમના દેશોના આંધળા અનુકરણને કારણે ગુજરાતી ભાષા પર પ્રભાવ પડ્યો છે. ગુજરાતમાં દર વર્ષે ધોરણ 10માં ગુજરાતી ભાષામાં 1 લાખ બાળકો નાપાસ થાય છે. તેવામાં આવનારી પેઢીને ગુજરાતી ભાષાનો ઈતિહાસ અને મહત્વ વિશે જણાવવુ જરુરી છે.

વિશ્વ અને ભારતમાં ગુજરાતી ભાષાનું સ્થાન

વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં ગુજરાતી ભાષાનું સ્થાન 24મું છે. વિશ્વમાં લગભગ 5.64 કરોડ લોકો ગુજરાતી બોલે છે. ભારતમાં સૌથી વધારે બોલતી ભાષાઓમાં ગુજરાતી ભાષાનું સ્થાન છઠ્ઠુ છે. દેશની કુલ વસ્તીના 4.5 ટકા લોકો ગુજરાતી બોલે છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતના 35 રાજ્યોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો રહે છે.

ગુજરાતી ભાષાનો ઈતિહાસ

ગુજરાતી ભાષાનું સાહિત્ય

  1. વર્ષ 1797માં ધી બોમ્બે કુરિયર નામના અંગ્રેજી અખબારમાં ગુજરાતી ભાષામાં પહેલી જાહેર ખબર છપાઈ હતી.
  2. વર્ષ 1861માં કવિ નર્મદે પ્રથમ ગુજરાતી શબ્દકોશ ‘નર્મકોશ’ લખ્યો.
  3. વર્ષ 1863માં દલપતરામે પ્રથમ ગુજરાતી નાટક ‘લક્ષ્મી’ લખ્યુ.
  4. વર્ષ 1866માં કવિ નર્મદે પહેલી ગુજરાતી ભાષામાં લખાયેલી આત્મકથા ‘મારી હકીકત’ લખી.
  5. વર્ષ 1890થી ગુજરાતી ભાષા વડોદરાની રાજભાષા હતી, બધા કાયદાઓ ગુજરાતી ભાષામાં ઘડાવાની શરુઆત થઈ.
  6. દલપતરામે પ્રથમ ગુજરાતી કાવ્યસંગ્રહ ‘ગુજરાતી કાવ્યદોહન’ લખ્યુ હતુ.
  7. નંદશંકર મહેતા એ પ્રથમ ગુજરાતી નવલકથા ‘કરણઘેલો’ લખ્યુ હતુ.
  8. ગોવર્ધનરામ ત્રિપાઠીએ પ્રથમ ગુજરાતી મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ લખ્યુ હતુ.
  9. વર્ષ 1932માં પ્રથમ ગુજરાતી ભાષમાં બોલતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ રિલિઝ થઈ હતી.
  10. ભારતની 22 સત્તાવાર ભાષાઓમાં ગુજરાતી ભાષાનું સ્થાન પણ છે.

અમેરિકામાં પણ હિન્દી પછી સૌથી વધારે બોલાતી ભારતીય ભાષા ગુજરાતી છે. યુકેના લંડનમાં ગુજરાતી ભાષા ચોથી સૌથી વધારે બોલાતી ભાષા છે. યુરોપમાં એશિયન ભાષા બોલનારા લોકોમાં ગુજરાતી બીજા ક્રમે સૌથી વધારે બોલવામાં આવે છે. ભારતમાં ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધારે ગુજરાતી ભાષા બોલવામાં આવે છે. પાકિસ્તાનના કરાચીમાં પણ 2 અખબારો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય છે. પહેલુ વતન અને બીજુ મિલ્લત. ગુજરાતના મહાન કવિઓ અને લેખકોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. હવે એ ગુજરાતી ભાષાનો વારસો સાચવીને આખા વિશ્વમાં તેનું ગૌરવ વધારવાનું કામ આપણુ છે.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">