વિશ્વ ગુજરાતી ભાષા દિવસે સીએમ રૂપાણીએ પાઠવી શુભકામના, વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં ગુજરાતીનું આગવું સ્થાન
ગુજરાતી તરીકે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે વિશ્વમાં સૌથી વધુ બોલાતી પ્રથમ 25 ભાષામાં ગુજરાતી ભાષાનું સ્થાન 24મું છે.
ગુજરાતમાં સમાજ સુધારક કવિ વીર નર્મદના જન્મદિવસ 24 ઓગષ્ટને વિશ્વ ગુજરાતી ભાષા દિવસના રૂપે ઉજવવામાં આવે છે. કવિ નર્મદાશંકર લાલશંકર દવે નો જન્મ 24 ઓગસ્ટ 1833 ના રોજ સુરતમાં થયો હતો.
એક સમયે ગુજરાતના 366 રજવાડાઓમાં ગુંજતી ગુજરાતી ભાષાએ 21મી સદીમાં સીમાડા વટાવી ચુકી છે. સમૃદ્ધ ગુજરાતી ભાષા જ્યાં જ્યાં એક એક ગુજરાતી વસે ત્યાં ત્યાં એટલે કે દેશ વિદેશમાં ગુંજી રહી છે.ગુજરાતી તરીકે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે વિશ્વમાં સૌથી વધુ બોલાતી પ્રથમ 25 ભાષામાં ગુજરાતી ભાષાનું સ્થાન 24મું છે.
જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ દુનિયાના દરેક ખૂણે વસતા અને દરેક ક્ષેત્રમાં અગ્રેસર ગર્વિષ્ઠ ગુજરાતી ભાઈ બહેનોને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે ગુજરાતી ભાષાના પ્રહરી અને સમાજ સુધારક કવિ વીર નર્મદજીની જન્મજયંતી નિમિત્તે તેમને વંદન.
દુનિયાના દરેક ખૂણે વસતા અને દરેક ક્ષેત્રમાં અગ્રેસર ગર્વિષ્ઠ ગુજરાતી ભાઈ બહેનોને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ.
ગુજરાતી ભાષાના પ્રહરી અને સમાજ સુધારક કવિ વીર નર્મદજીની જન્મજયંતી નિમિત્તે તેમને વંદન.
જય જય ગરવી ગુજરાત.#GujaratiLanguageDay
— Vijay Rupani (@vijayrupanibjp) August 24, 2021
વિશ્વમાં સૌથી વધુ મેન્ડેરિન ભાષા ચીનમાં બોલાય છે. બીજા નંબર સ્પેનિશ અને ત્રીજા નંબરે અંગ્રેજી અને ચોથા નંબરે હિન્દી આવે છે. બંગાળી પાંચમાં ક્રમે, મરાઠી દસમાં ક્રમે છે. વિશ્વમાં 5 કરોડ 64 લાખથી વધુ લોકો ગુજરાતી ભાષા ગૌરવ સાથે બોલે છે
આ ઉપરાંત ગુજરાતના ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભકામના પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે દુનિયાભરમાં વસતા સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત
દુનિયાભરમાં વસતા સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભકામનાઓ.જય જય ગરવી ગુજરાત! pic.twitter.com/j5mwzsFmDg
— Amit Shah (@AmitShah) August 24, 2021
તાડપત્રીમાં લખાતી ગુજરાતી ભાષા ઈન્ટરનેટના યુગમાં મોબાઈલ સુધી એટલે કે દરેક હાથ સુધી સરળતાથી પહોંચી તો ગઈ પરંતુ ગુજરાતની ભાષાને બચાવવા અનેક પડકારો છે જેમે જેમ ઈન્ટરનેટનું વર્ચસ્વ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતી ભાષા ઓછી બોલાઈ રહી છે. આજકાલ અંગ્રેજી ભાષાનું મહત્વ ખૂબ વધી ગયું છે.
એટલે એક પછી એક ઘરમાં અંગ્રેજીનો સારો એવો પગપેસારો થઈ રહ્યો છે. ગુજરાતી માતા-પિતા પણ તેમના સંતાનને અંગ્રેજી મીડિયમમાં ભણાવવા માંગે છે.
હાલ વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી ભાષાને જીવાડવાની નવી પેઢીમાં ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ જગાડવાની ખૂબ જરૂર છે. ભાષાનું સંવર્ધન અને જતનની જવાબદારી કોઈ એક વ્યક્તિ કે સરકારની નહી પરંતુ સમગ્ર સમાજની છે. તો આવો ભાષાનું મહત્વ સમજીએ અને તેને વિશ્વ ફલક પર પહોંચાડીએ.
નર્મદ અનેક રીતે ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર હતા.વિશ્વની સૌથી વધુ માતૃભાષકો ધરાવતી ૩૦ ભાષામાં ગુજરાતી ભાષાનું ૨૩મું સ્થાન છે. ગુજરાતની અસ્મિતાનું બીજું નામ ગુજરાતી ભાષા છે.
આ પણ વાંચો : GANDHINAGAR : સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી અંગે રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા કલેકટરો સાથે બેઠક કરી
આ પણ વાંચો : Ahmedabad ના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે બનશે સીએનજી ભઠ્ઠી