જ્ઞાનવાપી

જ્ઞાનવાપી

જ્ઞાનવાપી એક સંસ્કૃત શબ્દ છે. એટલે તે મસ્જિદ હોઇ શકે તે વાતમાં ઇતિહાસકારોને શંકા છે. મુઘલ આક્રમણખોરોના ઇતિહાસમાં પણ મંદિરનો ઉલ્લેખ છે. 1194થી સતત પ્રયાસ કરતા કરતા છેવટે 1669માં જ્ઞાનવાપી મંદિરને મસ્જિદનું રૂપ આપવામાં આવ્યું તેમ કહેવામાં આવે છે. ઇતિહાસના પાનાઓમાં મુઘલ આક્રાંતાઓની દરેક કથિત ઉપલબ્ધિ નોંધવામાં આવી છે. ઔરંગઝેબના સમકાલીન ઇતિહાસકાર તેના પુસ્તક મસીરે આલમગીરીમાં નોંધ્યુ છે કે ઔરંગઝેબે વિશ્વનાથ મંદિરને તોડીને મસ્જિદ બનાવી ઇસ્લામનો ધ્વજ ફરકાવ્યો હતો. 2 સપ્ટેમ્બર 1669ના રોજ ઔરંગઝેબને મંદિર તોડવાની સૂચના આપવામાં આવી. ત્યારે જ્ઞાનવાપી પરિસરમાં મસ્જિદ બનાવવામાં આવી તેવુ કહેવામાં આવે છે.

ઇન્દોરની મહારાણી અહિલ્યાબાઇએ 1776-78માં વિશ્વનાથ મંદિરનું પુનઃર્નિમાણ કરાવ્યું હતું. કહેવાય છે કે મંદિર બચાવવા અને ફરીથી નિર્માણ કરવા માટે 1752માં સિંધિયા અને મલ્હાર રાવે એક આંદોલન કર્યું હતું. જેને કેટલાક વર્ષો બાદ અહિલ્યાબાઇ હોલ્કરે શિવ મંદિરના નિર્માણ કરવાનું બીડું ઝડપ્યું અને મંદિર નિર્માણ થયું. ઔરંગઝેબ દ્વારા બનાવેલી મસ્જિદની બરોબર બાજુમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશ્વનાથ મંદિરનું જે સ્વરૂપ આજે છે તે અંગે કહેવાય છે કે તે અહિલ્યાબાઇ હોલ્કર દ્વારા બનાવેલું મંદિર છે.

1991માં હિંદુ પક્ષ તરફથી હરિહર પાંડે, સોમનાથ વ્યાસ અને પ્રોફેસર રામરંગ શર્માએ મસ્જિદ અને સંપૂર્ણ પરિસરમાં સર્વેક્ષણ અને ઉપાસના માટે અદાલતમાં એક અરજી દાખલ કરી. 1991માં મસ્જિદ સર્વેક્ષણ માટે દાખલ કરવામાં આવેલી અરજી બાદ સંસદે ઉપાસના સ્થળ કાયદો બનાવ્યો. ત્યારે આદેશ આપ્યો કે 15 ઓગસ્ટ 1947 પહેલા અસ્તિત્વમાં આવેલા કોઇ પણ ધર્મના પૂજા સ્થળને કોઇ બીજામાં ફેરવી ન શકાય. વિવાદના પગલે અલાહાબાદ હાઇકોર્ટે સ્ટે લગાવીને યથાસ્થિતિ કાયમ રાખવાનો આદેશ કર્યો હતો.

2019માં વારાણસી કોર્ટમાં ફરીથી આ અંગે સુનાવણી શરૂ થઇ, 2021માં કેટલીક મહિલાઓએ કોર્ટમાં અરજી દાખલ કરીને મસ્જિદ પરિસરમાં શ્રૃંગાર ગૌરી મંદિરમાં પૂજા કરવાની મંજૂરી માંગી અને સર્વેની માંગ કરી. ફાસ્ટ ટ્રેક કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના પુરાતત્વિક સર્વેક્ષણની મંજૂરી આપી. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

Read More

કેવી રીતે થાય છે ASI સર્વે ? કેવી રીતે ખબર પડે કે જમીનની નીચે મંદિર હતું કે મસ્જિદ ?

ASIએ સંભલના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને શોધવા માટે ઘણી જગ્યાએ સર્વે કર્યું છે. દેશમાં આ પ્રકારનો સર્વે પહેલીવાર નથી થઈ રહ્યો. આ પહેલા અયોધ્યા અને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં પણ આવો જ સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI સર્વે કેવી રીતે થાય છે, તેની સ્થાપના ક્યારે થઈ હતી ?

g clip-path="url(#clip0_868_265)">