કયા દેશે સૌથી વધુ વખત નાદારી જાહેર કરી છે ? જાણો અમેરિકા, જર્મની, ઈંગ્લેન્ડ જેવા દેશો કેટલી વાર થયા છે નાદાર

વિશ્વનો સૌથી શક્તિશાળી ગણાતો દેશ અમેરિકા ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. અમેરિકાનું દેવું સતત વધી રહ્યું છે અને આવકવેરામાંથી આવતી 76 ટકા રકમ તો સીધી આ દેવાના વ્યાજ ચુકવામાં જ જતી રહે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે વિશ્વમાં એવા કેટલા દેશો છે, જે નાદાર થયા છે અને કેટલી વખત નાદારી જાહેર કરી ચુક્યા છે.

કયા દેશે સૌથી વધુ વખત નાદારી જાહેર કરી છે ? જાણો અમેરિકા, જર્મની, ઈંગ્લેન્ડ જેવા દેશો કેટલી વાર થયા છે નાદાર
Bankruptcy
Follow Us:
| Updated on: Jul 29, 2024 | 6:34 PM

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા અમેરિકા પર નાદારીનો ખતરો મંડરાઈ રહ્યો હોવાનું ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક કહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેમણે અહીંના લોકોને ઓછો ખર્ચ કરવાની સલાહ આપી છે. કારણ કે અમેરિકાનું દેવું સતત વધી રહ્યું છે અને આવકવેરામાંથી આવતી 76 ટકા રકમ તો સીધી આ દેવાના વ્યાજ ચુકવામાં જ જતી રહે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, વિશ્વમાં એવા કેટલા દેશો છે, જે નાદાર થયા છે અને કેટલી વખત નાદારી જાહેર કરી ચુક્યા છે.

વિશ્વનો સૌથી શક્તિશાળી ગણાતો દેશ અમેરિકા ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. અમેરિકા સામે સૌથી મોટી કટોકટી એ છે કે તેને સમયસર જૂની લોન ચૂકવવા માટે નવી લોન લેવાની જરૂર પડી રહી છે અને આ લોનના વ્યાજ ચુકવવામાં જ અમેરિકાની કરમાંથી આવતી આવકનો 76 ટકા હિસ્સો જતો રહે છે.

નાદારી એટલે શું ?

કોઈ દેશ નાદાર ત્યારે થાય છે, જ્યારે તે દેશ દેવાની ભરપાઈ કરી શકતો નથી. જે તેને તકનીકી રીતે નાદાર બનાવે છે. નાદાર એટલે એવી સ્થિતિ જેમાં કોઈ વ્યક્તિ, કંપની, અથવા દેશ પોતાનું દેવું (લોન) ચૂકવવામાં અસમર્થ હોય છે. આનો અર્થ એ છે કે તેની પાસે એટલા પૈસા નથી કે તે પોતાની લોન અથવા અન્ય નાણાકીય જવાબદારીઓનું ચુકવણું કરી શકે. જ્યારે કોઈ નાદાર થાય છે, ત્યારે તે પોતાની આવક અને સંપત્તિમાંથી પોતાનું દેવું અને બાકી રકમો ચૂકવી શકતો નથી. આ સ્થિતિને નાદારી અથવા ડિફોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

નાદારી જાહેર કરવા પર દેશ માટે સૌથી મોટું નુકસાન એ છે કે બજારમાં તેની વિશ્વસનીયતા ઘટી જાય છે. કોઈપણ દેશ તે દેશમાં વિકાસના નામે પૈસા રોકતા ડરે છે. આંતરરાષ્ટ્રીય બેંકો પણ લોન આપતા પહેલા અનેક પ્રકારની તપાસ કરે છે. પૈસા પરત કરવાનો સમયગાળો પણ ઓછો કરી નાખે છે, કારણ કે એવો ડર રહે છે કે દેશ એકવાર નાદાર થઈ ગયા બાદ ફરીથી નાદાર થઈ શકે છે.

અમેરિકામાં કેમ આવ્યું આર્થિક સંકટ ?

અમેરિકામાં મંદીની કહાની વર્ષ 2001થી શરૂ થાય છે. સમગ્ર વિશ્વમાં ચીનના માલસામાનની વધતી સ્પર્ધાને કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા પર પણ પ્રતિકૂળ અસર પડી હતી. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અથવા આફ્રિકન દેશોના બજારોમાં ચાઇનીઝ ઉત્પાદનોનો વપરાશ વધવા લાગ્યો. તેની અસર અમેરિકન વેપાર પર પણ પડી. અમેરિકામાં મંદીનો આ સમયગાળો 2008 સુધી ચાલ્યો હતો. તે સમયે ભારત સહિત વિશ્વના ઘણા દેશો અમેરિકન મંદીની ઝપેટમાં હતા.

બાદમાં 2017માં ટ્રમ્પ સરકારે મંદીમાંથી બહાર આવવા માટે નાણાકીય વ્યવસ્થામાં ઘણા ફેરફારો કર્યા હતા. એ વખતે કર કપાતમાં વધારો કરવામાં આવ્યો હતો અને આવકના સંસાધનો મર્યાદિત થયા હતા. જેની અર્થવ્યવસ્થા પર ભારે અસર થવા લાગી. આ પછી કોરોના મહામારીએ બાકીનું કામ પૂરું કર્યું. કોરોનાને ગંભીરતાથી લીધો ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચુક્યું હતું.

અગાઉ અમેરિકા પર ક્યારે ક્યારે આવ્યું આર્થિક સંકટ ?

આધુનિક અર્થમાં અમેરિકા ક્યારેય સત્તાવાર રીતે નાદાર ઘોષિત નથી થયું, પરંતુ ઈતિહાસમાં અમેરિકાને ઘણા નાણાકીય અને આર્થિક સંકટોનો સામનો કરવો પડ્યો છે.

1790 : અમેરિકન સ્વતંત્રતા સંગ્રામ બાદ અમેરિકાને મોટી આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો. આ કટોકટી એલેક્ઝાન્ડર હેમિલ્ટન દ્વારા પ્રસ્તાવિત નાણાકીય સુધારાઓ અને ફર્સ્ટ બેન્ક ઓફ અમેરિકાની સ્થાપના દ્વારા ઉકેલવામાં આવી હતી.

1837 : વર્ષ 1837ના સમયગાળામાં અમેરિકાનું અર્થતંત્ર ગંભીર સંકટમાં હતું. આ સંકટના પરિણામે ઘણી બેંકોનું પતન થયું હતું અને લાંબી આર્થિક મંદી આવી હતી.

1861-1865 : અમેરિકી ગૃહયુદ્ધ દરમિયાન સંઘીય સરકારે મોટા પ્રમાણમાં ચલણ છાપવાનું શરૂ કર્યું, જેના કારણે યુદ્ધ પછી મોંઘવારી અને નાણાકીય અસ્થિરતા આવી.

1929-1933: મહામંદી દરમિયાન અમેરિકી અર્થતંત્ર ગંભીર સંકટમાં હતું. બેરોજગારીનો દર ખૂબ વધ્યો હતો અને બેંકિંગ પ્રણાલી અસ્થિર થઈ ગઈ હતી. રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટના “ન્યૂ ડીલ” કાર્યક્રમો આર્થિક સુધારણા અને પુનઃરચનામાં મદદરૂપ થયા.

2008 : વૈશ્વિક નાણાકીય સંકટ દરમિયાન અમેરિકાએ ગંભીર આર્થિક મંદીનો સામનો કર્યો. મોટી બેંકો અને નાણાકીય સંસ્થાઓ અસ્થિર થઈ ગઈ અને સરકારે મોટા પ્રમાણમાં બેલઆઉટ પેકેજ અને આર્થિક સુધારણા ઉપાયો અપનાવ્યા.

આના પરથી જાણી શકાય છે કે, અમેરિકાના ઈતિહાસમાં 8 વખત એવો સમય આવ્યો છે, જ્યારે અમેરિકાને ગંભીર નાણાકીય કટોકટી અને આર્થિક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આ સંકટોના ઉકેલ માટે નીતિઓ, સુધારણા અને આંતરરાષ્ટ્રીય સહાયનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સૌથી વધુ વખત કયા દેશે નાદારી જાહેર કરી છે ?

જો આપણે નાદારીની વાત કરીએ તો, સૌથી વધુ વખત નાદારી જાહેર કરવામાં એક્વાડોર અને વેનેઝુએલાનું નામ મોખરે આવે છે. આ બંને દેશો 10 વખત નાદારી જાહેર કરી ચુક્યા છે. વેનેઝુએલા છેલ્લે 2017માં લગભગ 60 બિલિયન ડોલર બોન્ડની ચૂકવણીમાં ડિફોલ્ટ જાહેર થયું હતું.

આ ઉપરાંત બ્રાઝિલ, ઉરુગ્વે, કોસ્ટા રિકા પણ 9 વખત નાદારી જાહેર કરી ચુક્યા છે. આ ઉપરાંત પોર્ટુગલ 4 વખત નાદાર થયું છે. નાદારીમાં સ્પેનનો પણ રેકોર્ડ છે, તે 6 વખત નાદારી જાહેર કરી ચુક્યું છે અને છેલ્લે 1870ના દાયકામાં નાદારી જાહેર કરી હતી.

ગ્રીસની વાત કરીએ તો, 1820માં આઝાદી મળ્યા બાદ ગ્રીસ પણ 5 વખત ડિફોલ્ટ જાહેર થયું છે. ચીનની વાત કરીએ તો, ચીન પણ 2 વખત નાદારી જાહેર કરી ચુક્યું છે. બંને વખત ઈન્ટર્નલ અને એક્સટર્નલ સંઘર્ષના કારણે નાદારી જાહેર કરી હતી.

જર્મની, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ કેટલી વાર થયા છે નાદાર ?

જર્મનીની વાત કરીએ તો, તેના ઈતિહાસમાં કેટલાક નાણાકીય અને આર્થિક સંકટો આવી ચૂક્યા છે, પરંતુ આધુનિક અર્થમાં જર્મની ક્યારેય સત્તાવાર રીતે નાદાર ઘોષિત નથી થયું. જો કે, જર્મનીના ઈતિહાસમાં 8 વખત એવો સમય આવ્યો છે, જ્યારે તેને મોટાપાયે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે.

ઈંગ્લેન્ડની વાત કરીએ તો, તેના ઇતિહાસમાં તે એકવાર ડિફોલ્ટ થયું છે. ઈંગ્લેન્ડ 1672માં કિંગ ચાર્લ્સ IIના શાસનકાળ દરમિયાન નાદાર થયું હતું. આ ઘટનાને “સ્ટોપ ઓફ ધ એક્સચેક્કર” તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સરકારે તેના દેવાની ચુકવણી અટકાવી દીધી હતી, જે અસરકારક રીતે ડિફોલ્ટ સાબિત થયું. ત્યાર પછીથી ઈંગ્લેન્ડ દેવું ચૂકવવામાં ક્યારેય નિષ્ફળ ગયું નથી એટલે કે નાદાર થયું નથી.

જ્યારે ફ્રાન્સ તેના ઇતિહાસમાં 8 વખત ડિફોલ્ટ થયું છે. આ ડિફોલ્ટસ ખાસ કરીને રાજકીય અને આર્થિક ઉથલપાથલના કારણે થયા હતા. ફ્રાન્સ 16થી 19મી સદી દરમિયાન આઠ વખત તેનું દેવું ચુકવવામાં નિષ્ફળ ગયું છે.

આધુનિક યુગમાં એટલે કે 90ના દાયકાના અંતમાં અને 2008માં પણ રશિયાને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. તો 2001માં આર્જેન્ટિનાએ પણ નાદારી જાહેર કરી હતી.

આ પણ વાંચો ભારતના આ વિસ્તારમાં વિદેશીઓની એન્ટ્રી પર છે પ્રતિબંધ, જાણો શું છે કારણ

g clip-path="url(#clip0_868_265)">