UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી 400ને પાર, યુકેની ચૂંટણીમાં મોટો ઉલટફેર

યુકેમાં સામાન્ય ચૂંટણી માટે પડેલા મતોની આજે ગણતરી થઈ રહી છે. લેબર પાર્ટી તરફથી કીર સ્ટાર્મર અને કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી ઋષિ સુનાક વડાપ્રધાન પદના ઉમેદવાર છે. લેબર પાર્ટીએ બહુમતીનો આંકડો (326) પાર કર્યો છે. ત્યારે લેબર પાર્ટી 14 વર્ષ બાદ સત્તામાં પરત ફરી રહી છે.

UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી 400ને પાર, યુકેની ચૂંટણીમાં મોટો ઉલટફેર
Labour Party defeat Rishi Sunak party
Follow Us:
| Updated on: Jul 05, 2024 | 11:40 AM

યુનાઇટેડ કિંગડમ (યુકે) માં સામાન્ય ચૂંટણી માટે પડેલા મતોની આજે ગણતરી કરવામાં આવી રહી છે. લેબર પાર્ટીના કીર સ્ટાર્મર અને કન્ઝર્વેટિવ પાર્ટીના ઋષિ સુનક વચ્ચે મુકાબલો છે. ઋષિ સુનકનો પક્ષ પાછળ છે. મત ગણતરી વચ્ચે સુનકે હાર સ્વીકારી લીધી છે. આ સાથે જ લેબર પાર્ટીએ બહુમતી 326નો આંકડો પાર કરી લીધો છે. ત્યારે હવે લેબર પાર્ટી 14 વર્ષ બાદ સત્તામાં પરત ફરી રહી છે. તેનો અર્થ એ કે યુકેના આગામી વડા પ્રધાન કીર સ્ટારમર હશે.

ઋષિ સુનકે સ્વીકારી હાર

લેબર પાર્ટી બમ્પર જીતના માર્ગે છે. તેમને 406 સીટો પર આગળ ચાલી રહી છે. સુનકની પાર્ટી 105સીટો પર આગળ છે. 14 વર્ષ બાદ યુકેમાં લેબર પાર્ટી ફરી એકવાર સત્તામાં આવી છે. પાર્ટીએ અત્યાર સુધી 406 સીટો મેળવી છે. જ્યારે સુનકનો પક્ષ 76 પર યથાવત છે. બ્રિટનના આઉટગોઇંગ વડાપ્રધાન ઋષિ સુનકે તેમની સીટ પરથી જીત મેળવી છે પણ બી બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું છે કે લેબર પાર્ટી આ સામાન્ય ચૂંટણી જીતી ગઈ છે. મેં કીર સ્ટારરને તેની જીત પર અભિનંદન પાઠવ્યા છે. ઋષિ સુનકે કહ્યું કે આજે શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સત્તા પરિવર્તન થશે.

650 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી

યુકેમાં 650 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી અને ગુરુવારે રાત્રે 10 વાગ્યા સુધી મતદાન થયું હતું. જે બાદ એક્ઝિટ પોલ સામે આવ્યા હતા, જે મુજબ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે લેબર પાર્ટી 14 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી રહી છે. એક્ઝિટ પોલ અનુસાર, વડાપ્રધાન ઋષિ સુનકની પાર્ટીને 650માંથી 131 બેઠકો મળવાની આશા છે. જ્યારે લેબર પાર્ટીને 410 સીટો જીતવાની આશા છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

પહેલી જ સીટ પર હાર

પ્રારંભિક વલણો અનુસાર, મતગણતરી શરૂ થતાંની સાથે જ ઋષિ સુનકની પાર્ટીએ પ્રથમ બેઠક ગુમાવી દીધી છે. પહેલા સેન્ટ્રલ ઈંગ્લેન્ડની સ્વિંડન સાઉથ સીટના પરિણામો જાહેર થયા. જેમાં સુનાક સરકારના કાયદા મંત્રી રોબર્ટ બકલેન્ડને લેબર પાર્ટીના હેદી એલેક્ઝાન્ડરે પરાજય આપ્યો હતો. 2019 માં અગાઉની ચૂંટણીની તુલનામાં રોબર્ટ બકલેન્ડના વોટ શેરમાં 25% ઘટાડો થયો છે. લેબર પાર્ટીના હેદી એલેક્ઝાન્ડરે 2018માં રાજીનામું આપી દીધું હતું, જે બાદ હવે તે આ જીત સાથે સત્તામાં પરત ફરી છે. જો કે, 2019 માં દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં, કન્ઝર્વેટિવ પાર્ટીએ 365 બેઠકો જીતી હતી, જ્યારે લેબર પાર્ટીએ 202 બેઠકો જીતી હતી.

g clip-path="url(#clip0_868_265)">