ઋષિ સુનક

ઋષિ સુનક

ઋષિ સુનક ઓક્ટોબર 2022થી યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 2020 થી 2022 સુધી ટ્રેઝરીના ચાન્સેલર અને 2019 થી 2020 સુધી ટ્રેઝરીના મુખ્ય સચિવ હતા. ઋષિ સુનક 2015 થી રિચમંડ (યોર્કસ) માટે સંસદ સભ્ય છે. ઋષિ સુનકનો જન્મ ઈંગ્લેન્ડના સાઉધમ્પ્ટન નામના શહેરમાં આફ્રિકન પંજાબી જૈન પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતા ભારતીય મૂળના હતા, જેઓ પૂર્વ આફ્રિકામાં રહેતા હતા.

તેના માતા-પિતા 90ના દાયકામાં પૂર્વ આફ્રિકાથી ઈંગ્લેન્ડ આવ્યા હતા. ઋષિ સુનકનો જન્મ 12 મે 1980ના રોજ થયો હતો. ઋષિ સુનકે વિન્ચેસ્ટર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ઓક્સફર્ડની લિંકન કોલેજમાં ફિલોસોફી, પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી, તેમણે ફુલબ્રાઈટ પ્રોગ્રામ હેઠળ શિષ્યવૃત્તિ મેળવી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી.

સ્ટેનફોર્ડમાં અભ્યાસ કરતી વખતે, તેઓ ઈન્ફોસિસના સ્થાપક અને ઉદ્યોગપતિ એન આર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિને મળ્યા. યોર્કશાયરના રિચમંડથી સાંસદ ઋષિ સુનક 2015માં પહેલીવાર સંસદ પહોંચ્યા હતા. તે સમયે બ્રેક્ઝિટના તેમના સમર્થનને કારણે, પક્ષમાં તેમનું કદ સતત વધતું ગયું.

ચાન્સેલર તરીકે, સુનાકે યુનાઇટેડ કિંગડમમાં COVID-19 રોગચાળાની આર્થિક અસર માટે સરકારની આર્થિક નીતિના પ્રતિભાવનું નેતૃત્વ કર્યું.

Read More

UK Election Result : બ્રિટનમાં સરકાર બદલાઈ : જાણો કોણ છે સ્ટાર્મર, જેની પાર્ટીએ જીતી 400થી વધારે સીટ, બનશે વડાપ્રધાન

સ્ટાર્મર પ્રથમ વખત 2015માં સંસદમાં ચૂંટાયા હતા. આ પછી, તેઓ એક વર્ષ માટે બ્રિટનના શેડો કેબિનેટમાં ઇમિગ્રેશન પ્રધાન હતા. આ ઉપરાંત, કીર સ્ટાર્મર 2016થી 2020 સુધી યુરોપિયન યુનિયન (EU)માંથી બહાર નીકળવા માટે શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ પણ હતા. હવે તેઓ બ્રિટનના નવા વડાપ્રધાન બનશે.

UK Election Result : ઋષિ સુનકે સ્વીકારી હાર..લેબર પાર્ટી 400ને પાર, યુકેની ચૂંટણીમાં મોટો ઉલટફેર

યુકેમાં સામાન્ય ચૂંટણી માટે પડેલા મતોની આજે ગણતરી થઈ રહી છે. લેબર પાર્ટી તરફથી કીર સ્ટાર્મર અને કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી ઋષિ સુનાક વડાપ્રધાન પદના ઉમેદવાર છે. લેબર પાર્ટીએ બહુમતીનો આંકડો (326) પાર કર્યો છે. ત્યારે લેબર પાર્ટી 14 વર્ષ બાદ સત્તામાં પરત ફરી રહી છે.

UK Election 2024 : ઋષિ સુનક Vs કીર સ્ટારમર… બ્રિટનના લોકો આજે તેમના નેતાને પસંદ કરશે

બ્રિટન માટે આજનો દિવસ ખાસ છે. આજે અટલે કે ગુરુવારે  લોકો મતદાન કરીને તેમના નેતાની પસંદગી કરશે. અહીં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા વડાપ્રધાન ઋષિ સુનકની સીધી સ્પર્ધા લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમર સાથે છે. અત્યાર સુધી જે એક્ઝિટ પોલ આવ્યા છે તે મુજબ આ વખતે સુનકે સત્તા ગુમાવવી પડી રહી છે. જો કે પીએમ સુનકે હાર સ્વીકારી નથી.

લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દિ મહોત્સવ માટે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને આમંત્રણ

વડતાલધામને આંગણે આગામી 7 થી 15 નવેમ્બર, 2024 સુધી અતિ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાનારા શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષમાં વડતાલના સંતો ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા વડતાલના મુખ્ય કોઠારી ડૉ.સંત સ્વામી સહિતના વરિષ્ઠ સંતો NRI ભક્તોને મહોત્સવમાં વડતાલ પધારવા નિમંત્રણ પાઠવવા હાલ લંડન UK તથ અમેરિકાના સત્સંગ યાત્રા પ્રવાસે છે ત્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની મુલાકાત લીધી હતી.

ઋષિ સુનક ભારતમાં રહેતા ઘુષણખોરો માટે શોધ્યો જોરદાર રસ્તો! શું મોદી-શાહ ઈગ્લેંડની જેમ આ લોકોને કરી શકશે દેશની બહાર, જાણો

ભારતની વસ્તી 1 અબજ 40 કરોડને વટાવી ગઈ છે. જો આપણે ચીનનો સમાવેશ કરીએ તો વિશ્વની એક તૃતીયાંશ વસ્તી આ બે દેશોમાં છે. જો કે દેશની કુલ વસ્તીમાં ઘણા લોકોનો સમાવેશ થતો નથી. તેમાંના ઘણા શરણાર્થી છે, કેટલાક વિદેશી છે, જેઓ અહીં કામ માટે આવ્યા છે, અને ઘણા લોકો એવા છે જેમને ગેરકાયદેસર ઘૂસણખોરી કહેવામાં આવે છે.

બ્રિટનમાંથી 5000 ભારતીયોને રવાન્ડા હાંકી કાઢવાના બીલથી નારાજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ, જાણો શું કહ્યું

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પેરિસમાં એક ભાષણમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના રવાંડા બિલની આકરી ટીકા કરી છે. આ બિલ હેઠળ જૂનથી ગેરકાયદેસર રીતે બ્રિટન આવેલા 5000 ભારતીયોને આફ્રિકાના રવાન્ડા મોકલવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">