Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીન કે પાકિસ્તાન નહીં, આ દેશ હતો તખ્તાપલટનું કારણ…શેખ હસીનાએ પહેલીવાર કર્યો ખુલાસો

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ હતો અને તેઓ તેને નાબૂદ કરવા માટે દેશભરમાં વિરોધ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓના ભારે વિરોધ અને મોટા પાયે હિંસાના ડરને કારણે, શેખ હસીનાએ 5 ઓગસ્ટે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું અને દેશ છોડી દીધો.

ચીન કે પાકિસ્તાન નહીં, આ દેશ હતો તખ્તાપલટનું કારણ...શેખ હસીનાએ પહેલીવાર કર્યો ખુલાસો
Sheikh Hasina
Follow Us:
| Updated on: Aug 11, 2024 | 6:32 PM

બાંગ્લાદેશમાં ભારે વિરોધ બાદ વડાપ્રધાન શેખ હસીનાએ ગયા અઠવાડિયે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું અને તેમને દેશ છોડવાની ફરજ પડી હતી. શેખ હસીનાએ તેમના નાટકીય રાજીનામા પછી અને દેશ છોડીને ભારતમાં ભાગી ગયા પછી પ્રથમ વખત ખુલ્લેઆમ વાત કરી છે, તેમની અણધારી હકાલપટ્ટીમાં અમેરિકાની ભૂમિકા તરફ ઇશારો કર્યો છે.

મીડિયા અહેવાલ મુજબ, પૂર્વ પીએમ શેખ હસીનાએ કહ્યું છે કે, દેશમાં વધુ હિંસા ન થાય તે માટે મેં રાજીનામું આપ્યું. તેમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના મૃતદેહો પર રાજકારણ કરી સત્તા મેળવવાનો હતો, પરંતુ મેં રાજીનામું આપીને તેમને આમ કરતા અટકાવ્યા. બાંગ્લાદેશમાં હાલમાં ભારે રાજકીય ઉથલપાથલની સ્થિતિ છે, જો કે હવે વચગાળાની સરકાર પણ અસ્તિત્વમાં આવી છે.

સત્તા પરથી હટાવવામાં અમેરિકાનો હાથ

શેખ હસીનાએ એવો પણ દાવો કર્યો હતો કે, જો મેં સેન્ટ માર્ટિન આઈલેન્ડની સર્વોપરિતા છોડી દીધી હોત અને અમેરિકાને બંગાળની ખાડી પર નિયંત્રણ મેળવવાની મંજૂરી આપી હોત, તો હું હજુ પણ સત્તામાં હોત. વધુમાં તેમણે કહ્યું કે, હું મારા લોકોને વિનંતી કરું છું, કૃપા કરીને કટ્ટરપંથીઓ દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

અગાઉ મે મહિનામાં શેખ હસીનાએ બાંગ્લાદેશ અને મ્યાનમારના ભાગોને વિભાજિત કરીને પૂર્વ તિમોર જેવું ખ્રિસ્તી રાજ્ય બનાવવાનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે જો તેઓ કોઈ વિદેશી દેશને બાંગ્લાદેશમાં એરબેઝ સ્થાપવાની મંજૂરી આપે તો તેમને સરળતાથી ફરીથી ચૂંટણી જીતવાની તક આપવામાં આવી હોત, જો કે તેમણે તેમાં સામેલ દેશનું નામ લીધું ન હતું.

હસીનાએ કહ્યું કે જો તે દેશમાં રહી હોત તો વધુ હિંસા ફાટી નીકળી હોત, જેના પરિણામે મોટી સંખ્યામાં મૃત્યુ અને મોટા પ્રમાણમાં વિનાશ થયો હોત. તેમણે કહ્યું કે હું તમારી નેતા બની છું કારણ કે તમે મને પસંદ કરી છે. તમે લોકો મારી તાકાત હતા. હસીનાના રાજીનામા બાદ દેશભરમાં ફેલાયેલી હિંસામાં 230થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે જુલાઈના મધ્યમાં દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના મોત થયા છે.

હસીનાએ દેશમાં થઈ રહેલી વ્યાપક હિંસા, પાર્ટીના નેતાઓની હત્યા, કાર્યકર્તાઓની ઉત્પીડન અને તોડફોડ અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે મને સમાચાર મળ્યા કે હિંસામાં ઘણા નેતાઓ માર્યા ગયા છે, કાર્યકરોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમના ઘરોમાં ભારે તોડફોડ અને આગચંપી કરવામાં આવી રહી છે, ત્યારે મારું દિલ રડી રહ્યું છે. ભગવાનની કૃપાથી હું જલ્દી પાછી આવીશ. અવામી લીગ વારંવાર ઉભી થઈ છે. હું હંમેશા બાંગ્લાદેશના ભવિષ્ય માટે પ્રાર્થના કરીશ, મારા પિતાએ આ દેશ માટે ખૂબ મહેનત કરી છે. આ એ જ દેશ છે જેના માટે મારા પિતા અને પરિવારના સભ્યોએ પોતાનો જીવ આપ્યો હતો.

મારા ભાષણ સાથે છેડછાડ કરવામાં આવી : હસીના

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સંબોધતા શેખ હસીનાએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ક્યારેય ‘રઝાકર’ કહ્યા નથી. અવામી લીગના નેતા શેખ હસીનાએ કહ્યું કે, તમને ઉશ્કેરવા માટે મારા શબ્દો સાથે છેડછાડ કરવામાં આવી હતી. તમે લોકો તે દિવસનો મારો આખો વીડિયો જુઓ અને સમજો કે કેવી રીતે કાવતરાખોરોએ દેશને અસ્થિર કરવા માટે તમારી નિર્દોષતાનો ફાયદો ઉઠાવ્યો છે.

દેશમાં “રઝાકાર” શબ્દનો ઉપયોગ ઘણીવાર એવા લોકોના વર્ણન માટે થાય છે જેઓ 1971ના મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન આર્મી સાથે સહયોગી હોવાનું માનવામાં આવે છે.

ક્વોટા સિસ્ટમને કારણે હિંસા શરૂ થઈ

સરકારી નોકરીઓ માટે વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ હતો અને તેઓ તેને નાબૂદ કરવા માટે દેશભરમાં વિરોધ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓના ભારે વિરોધ અને મોટા પાયે હિંસાના ડરને કારણે, શેખ હસીનાએ 5 ઓગસ્ટે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું અને દેશ છોડી દીધો.

રાજકીય અસ્થિરતા વચ્ચે સેનાએ વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ગયા સપ્તાહે ગુરુવારે નોબેલ પુરસ્કાર વિજેતા અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારે કાર્યભાર સંભાળ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">