ટ્રમ્પની હરકતોથી અમેરિકાનું માર્કેટ ધડામ! એક જ દિવસમાં $2.5 ટિલિયન થઈ ગયા સાફ, મેક અમેરિકા બ્રોક અગેઈનની સ્થિતિમાં USA
જે અમેરિકાને ટ્રમ્પે એ સપના બતાવ્યા હતા કે હું અમેરિકાને બહુ પૈસા કમાઈને દેવાનો છુ. હું ટેરિફ લગાવીશ, અમેરિકા દુનિયાથી ટેરિફ વસુલશે. અમેરિકા દુનિયા પાસેથી ટેરીફ વસૂલ કરશે. દુનિયાના દેશો અમેરિકામાં માલ વેચવા માટે મરશે અને તેમને ખુબ પૈસા ચૂકવવા પડશે. જેનાથી અમેરિકા રાતોરાત માલામાલ થઈ જશે અને એક વર્ષમાં ટ્રિલિયન ડોલરથી પણ વધુ પૈસા કમાઈ લેશે. એ અમેરિકાનું માર્કેટ વર્ષ 2020ની કોરોના મહામારી બાદ બહુ બદ્દતર રીતે ધડામ કરતુ નીચે આવી ગયુ છે અને અઢી ટ્રિલિયન ડોલર રાતોરાત સાફ થઈ ગયા છે.

અમેરિકા રાતોરાત માલામાલ થશે કે નહીં તે તો ખબર નથી પરંતુ આજકાલ અમેરિકા તેના તૂટતા માર્કેટે લઈને હેડલાઈન બની રહ્યુ છે. ત્યાંના રાષ્ટ્રપતિ ટ્રમ્પ મહાશયે આવીને એક દિવસમાં 2.5 (અઢી) ટ્રિલિયનનું નુકસાન કરાવી ગયા છે. હવે એ સવાલ ચોક્કસથી થાય કે આ તો ક્યુ મશીન છે જે એક દિવસમાં અઢી ટ્રિલિયન ગટક કરી જાય છs? એ છે ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલ ટેરિફ. જેનુ નુકસાન યુએસ માર્કેટ પર જોવા મળ્યુ છે અને જે પ્રકારે માર્કેટ ધડામ કરીને નીચે આવ્યુ છે, તેની પાછળ ટ્રમ્પનો રેસિપ્રોક્લ ટેરિફ જવાબદાર હોવાનું માર્કેટ એનાલિસ્ટ ગણાવે છે. ટ્રમ્પે 2 એપ્રીલની રાત્રે (ભારતીય સમય મુજબ 3 તારીખે સવારે) વિશ્વભરના 60 દેશો પર ટેરીફનું એલાન કર્યુ. તેમા ભારતનો પણ નંબર આવ્યો. ભારત પર પણ ટ્રમ્પે 26% ટેરીફ લગાવ્યો છે. સાથે જ 25% ટેરીફ ઓટો કાર્સ...