Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14મી સદીમાં થઈ ગયેલા આ રોમન સમ્રાટને જીવ્યો ત્યાં સુધી એવો ભ્રમ રહ્યો કે તેનું શરીર કાચનું છે- વાંચો

કાચમાંથી બનેલી વસ્તુઓને બહુ સાચવીને અને જાળવીને રાખવામાં આવે છે.યેસ હેન્ડલ વિથ કેર. કારણ કે અત્યંત નાજુક હોવાથી તે એક થડકો લાગવાથી પણ ટૂટી શકે છે. પરંતુ તમે કદાચ નહીં જાણતા હોય કે રોમમાં એક રાજા હતો, જેને એવો ભ્રમ હતો કે તેનુ શરીર કાચનું બનેલુ છે. આથી આ સમ્રાટ પોતાની જાતને પણ બહુ જાળવીને રાખતો હતો. આખરે કોણ હતો આ રાજા અને કેવી રીતે આ ભ્રમનો શિકાર બન્યો. વાંચો

14મી સદીમાં થઈ ગયેલા આ રોમન સમ્રાટને જીવ્યો ત્યાં સુધી એવો ભ્રમ રહ્યો કે તેનું શરીર કાચનું છે- વાંચો
Follow Us:
| Updated on: Mar 06, 2025 | 7:20 PM

રોમન સામ્રાજ્યના ઈતિહાસમાં એક એવો સમ્રાટ થઈ ગયો જે અનેક સુધારાઓ માટે લોકપ્રિય બન્યો. પરંતુ આ સમ્રાટને એક ભ્રમ હતો. ભ્રમ એ હતો કે તેનુ શરીર કાચનું બનેલુ છે. આજે સમ્રાટના આ ભ્રમ વિશે જ વાતો કરીશુ. ચાર્લ્સ IV (ફોર્થ) એક બોહિમિયન સમ્રાટ હતો. વર્ષ 1355 માં ચાર્લ્સ IV રોમન સામ્રાજ્યનો સમ્રાટ બન્યો. આ સમ્રાટના શાસનકાળની ખ્યાતિ એવી હતી કે તેના શાસનકાળને બોહેમિયન સામ્રાજ્યનો ગોલ્ડન એરા (સૂવર્ણકાળ) કહેવામાં આવે છે. ચાર્લ્સ ને તેના શાસનકાળમાં રાજ્યમાં સુમેળ અને શાંતિનો માહોલ જાળવી રાખવા માટે પણ યાદ કરવામાં આવે છે. જો કે ચાર્લ્સ તેના લોકપ્રિય શાસન અને અદ્દભૂત પ્રભાવ ઉપરંત એક અનોખી માનસિક સ્થિતિ માટે પણ ઓળખાય છે.

આટલો લોકપ્રિય હોવા છતા આ સમ્રાટને એક ભ્રમ હતો કે તેનું શરીર કાચનું બનેલુ છે. તેને એ વાતનો પણ ડર હતો કે જો તેના શરીરને નાનો એવો પણ ઝટકો લાગશે તો તે ટૂટી જશે. ધીમે ધીમે તેનો આ ડર એટલો વધવા લાગ્યો કે ચાર્લ્સ પોતાની જાતને ખૂબ જ સાચવવા લાગ્યો. તે હંમેશા ભારે ભરખમ કપડાં પહેરવા લાગ્યો. લોકોથી અંતર જાળવીને રાખવા લાગ્યો. ભીડવાળી જગ્યાએ તો જવાનું જ ટાળતો. જો કે કેટલાક તથ્યો એવા પણ મળે છે કે ચાર્લ્સે તેના રાજ્યાભિષેક સમયે પણ અત્યંત ભારેખમ કપડાં પહેર્યા હતા. જેથી તેના કાચના શરીરને કોઈ નુકસાન ન પહોંચે. ચાર્લ્સ VIને એવું થતું કે તેમનું શરીર કાચનું છે અને જો કોઈ તેને સ્પર્શ કરશે, તો તે તૂટી જશે. તે લાંબા સમય સુધી લોખંડના કપડાં પહેરી રાખતા. જેથી પોતાને તૂટવાથી બચાવી શકે. આ એક પ્રકારનું માનસિક રોગનું લક્ષણ હતું, જેને “Glass Delusion” કહેવાય છે.

ચાર્લ્સને ભ્રમ હતો કે વિરોધીઓએ ફેલાવેલી અફવા?

રોમન સમ્રાટ ચાર્લ્સ VI નો આ ભ્રમ સાઈકોલોજીની ભાષામાં ગ્લાસ ડેલ્યુઝન મેન્ટલ સ્ટેટ તરીકે ઓળખાય છે. આ એક બહુ રેર કહી શકાય તેવો મેન્ટલ ડિસઓર્ડર છે. જેમા વ્યક્તિને એવુ લાગવા લાગે છે કે તેનુ શરીર કે શરીરનો કોઈ હિસ્સો નાજુક કાચથી બનેલો છે, જે આસાનીથી તૂટી જશે. આ ડરને કારણે પીડિત વ્યક્તિ પોતાની જાતને લઈને ખૂબ ચિંતિત રહે છે અને હંમેશા એવુ ધ્યાન રાખે છે કે તેને કોઈપણ પ્રકારની શારીરિક ઈજા ન પહોંચે. જો કે કેટલાક ઈતિહાસકારો ચાર્લ્સ VI અંગે ફેલાયેલી આ વાતને માત્ર એક કિસ્સો જ જણાવે છે અને એવુ પણ કહે છે કે આ પ્રકારની વાયકા ચાર્લ્સના વિરોધીઓએ ફેલાવી હતી. ચાર્લ્સ IV– બોહેમિયન સમ્રાટ કે રોમન સમ્રાટ? ચાર્લ્સ VI એ રોમન સમ્રાટ ન હતા, પણ તેઓ બોહેમિયન અને હોલી રોમન એમ્પાયર (Holy Roman Empire) ના શાસક હતા. તેઓ 1355માં હોલી રોમન એમ્પાયર ના સમ્રાટ બન્યા. તેમનું શાસન બોહેમિયન સામ્રાજ્યના ગોલ્ડન એરા (Golden Era) તરીકે ઓળખાય છે. તેઓ એક સાક્ષર અને વિચારશીલ શાસક હતા. તેમની રાજકીય કુશળતા અને શાંતિ જાળવી રાખવાની યોગ્યતાને કારણે તેઓ પ્રજામાં લોકપ્રિય હતા.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

Glass Delusion Mental State – એક માનસિક રોગ

Glass Delusion એ એક દુર્લભ માનસિક ભ્રમણા (Psychotic Delusion) છે, જેમાં વ્યક્તિને એવું લાગે કે તેનો શરીર કાચથી બનેલુ છે અને જો કોઈએ તેની સાથે ટકરાશે, તો તે તૂટી જશે. 15મી થી 17મી સદીમાં યુરોપના કેટલાક રાજવી વર્ગના લોકોમાં આ ભ્રમ જોવા મળ્યો હતો. કેટલાક વિજ્ઞાનીઓ અને ઇતિહાસકારો માને છે કે આ શિઝોફ્રેનિયા (Schizophrenia) અથવા ડિપ્રેશન સાથે સંકળાયેલું હોઈ શકે છે.

શું ચાર્લ્સ IV ખરેખર આ રોગથી પીડિત હતા?

ચાર્લ્સ IVનું રાજકીય જીવન એક ઉત્તમ શાસક તરીકે વિત્યુ હતુ. તેમ છતાં, કેટલાક ઇતિહાસકારો માને છે કે તેમની તબીયત અંગેની વાતો માત્ર અફવા અને રાજકીય કાવતરાં હતા. ફ્રાન્સના ઇતિહાસકાર જેન-પિયર બાર્ડે (Jean-Pierre Bardet) જણાવે છે કે ચાર્લ્સ IVના શાસનકાળમાં કોઈ પૃથ્વીજન્ય પુરાવા નથી કે તેમને Glass Delusion હતું. જોકે, કેટલાક તથ્યો દર્શાવે છે કે ચાર્લ્સ IV માણસોને સ્પર્શ કરવાનું ટાળતા અને ભારે કપડાં પહેરતા, જે કદાચ તેમની અસલ માનસિક સ્થિતિનું પ્રતિબિંબ હોઈ શકે. કેટલીકવાર શાસકો અને ઉંચી જાતિના લોકોમાં આ બીમારી જોવા મળી હતી. ચાર્લ્સ IVને આ ભ્રમ હતો કે નહીં તેના પર શંકા છે, કારણ કે ઘણાં ઇતિહાસકારો માને છે કે આ વાતો તેમના વિરોધીઓ દ્વારા ફેલાવવામાં આવી હતી. તે સમયગાળામાં રાજકીય પ્રચાર એક મહત્ત્વપૂર્ણ હથિયાર હતું, અને શક્ય છે કે ચાર્લ્સ IVપરના આક્ષેપો તેમને બદનામ કરવા માટે બનાવવામાં આવ્યા હતા. આજે પણ, આ કિસ્સો ઇતિહાસમાં એક રસપ્રદ ચર્ચા છે, જે સિદ્ધ કરે છે કે રાજવી જીવન માત્ર સત્તા અને વૈભવથી ભરેલું નહીં, પણ તે રાજકીય વિવાદ અને માનસિક તણાવથી પણ ભરેલું હતું.

દક્ષિણ કૅલિફોર્નિયા યુનિવર્સિટીના ઇતિહાસકાર રોબર્ટ સ્વીફ્ટ (Robert Swift) કહે છે કે Glass Delusionની વાતો બહુ મોડે-મોડે પ્રચલિત થઈ હતી અને તે ખાસ કરીને રાજકીય પ્રચાર અને અફવાઓના ભાગરૂપે પ્રસારિત કરવામાં આવી હતી. તેમના મત મુજબ, ચાર્લ્સ IV એક બુદ્ધિશાળી શાસક હતા, અને તેમના વિરુદ્ધ થયેલા કાવતરાઓને કારણે તેમના વિશે આ પ્રકારની વાતો ફેલાવવામાં આવી હતી.

રાજકીય વિરોધ અને કાવતરું

ચાર્લ્સ IV એક શાંત અને સમન્વય સાધીને ચાલનારા શાસક હતા, પરંતુ તેમના દુશ્મનો અને રાજકીય વિરોધીઓ તેમની ઈમેજ ખરાબ કરવા ઈચ્છતા હતા. બોહેમિયન સામ્રાજ્યમાં તે સમયે કેટલાક આંતરિક વિવાદો ચાલી રહ્યા હતા, અને કેટલાક રાજવી પરિવારના સભ્યો સત્તા પર કબજો જમાવવા ઈચ્છતા હતા. તેથી, Glass Delusionની વાતો એક રાજકીય કાવતરાનો ભાગ પણ હોઈ શકે છે. આપણે જાણીએ જ છીએ કે રાજાઓ અને સમ્રાટોની માનસિક સ્થિત અને તેમની માનસિક તબિયતના અનેક કિસ્સાઓ ઈતિહાસમાં વિવાદાસ્પદ બન્યા છે. જેમકે,

  • કેલેગુલા (Caligula) રોમન સમ્રાટને પાગલ ગણવામાં આવ્યો.
  • હેનરી IV (Henry IV of England)તેની અનિશ્ચિત મનોવૃત્તિ માટે જાણીતો હતા.
  • ઇવાન ધ ટેરિબલ (Ivan the Terrible), જે માનસિક અસ્વસ્થતાને કારણે તાનાશાહ બની ગયો હતો.
  • ઔરંગઝેબ મુઘલ કાળનો સૌથી વધુ ક્રુર અને અત્યાચારી, તેમજ મનોરોગી તરીકે જાણીતો બન્યો છે.

ચાર્લ્સ IVને કાચનું શરીર હોવાનો કોઈ ભ્રમ હતો કે નહીં તે અંગે પુરતા પુરાવાઓ નથી મળતા અને તેમના આ કાચના શરીર હોવા અંગેની માનસિક બીમારીની વાતો પણ તેમના મૃત્યુ બાદ પ્રચલિત થઈ હતી. જે એ જ દર્શાવે છે કે તે રાજકીય પ્રચાર અથવા અફવા પણ હોઈ શકે છે. આજના વિજ્ઞાનમાં આ બીમારીના કોઈ ચોક્કસ પુરાવા નથી. Glass Delusion એ એક દુર્લભ માનસિક સ્થિતિ છે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">