Vadodara: મફતમાં પેટ્રોલ, દૂધ, લીંબુ આપ્યા પછી સ્વેજલ વ્યાસ ગરીબ દર્દીઓને ઓપરેશનનો સામાન ફ્રી આપશે

સ્વેજલ વ્યસે વધુમાં જણાવ્યું કે હજુ અમે બે એજન્સી જોડે જ આ સામાન ના ભાવતાલ કર્યા છે, જેમાં અમને આટલી મોટી રાહત થતી દેખાય છે, જેથી આવનાર સમયમાં અમે મુંબઈ, અમદાવાદ અને દિલ્હીની એજન્સીઓનો સપંર્ક કરી હજુ આ તમામ વસ્તુમાં ભાવ ઓછો કરાવી શહેરના નાગરિકોને રાહત અપાવીશું.

Vadodara: મફતમાં પેટ્રોલ, દૂધ, લીંબુ આપ્યા પછી સ્વેજલ વ્યાસ ગરીબ દર્દીઓને ઓપરેશનનો સામાન ફ્રી આપશે
Swajal Vyas will give free operation equipment
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jun 20, 2022 | 6:11 PM

છેલ્લા કેટલાક વર્ષોથી ભારત દેશમાં જન સંખ્યા વધવાની સાથે મેડિકલ ક્ષેત્રે ખર્ચાઓ વધતા જાય છે તેવામાં એક મોટો વર્ગ જેમને મેડિકલ માફિયા કહેવાય છે તેવા લોકો સામાન્ય જનતાના બીમારીના સમયે આફતના સમયે ઇમર્જન્સીમાં ઓપરેશન કરવાનું હોય ત્યારે મેડિકલનો સામાન ઊંચા ભાવે આપી જનતાને લૂંટી પોતાના ખિસ્સા ભરે છે. આવું ના થાય તે માટે સરકારે સરકારી હોસ્પિટલની સ્થાપના કરી હોસ્પિટલમાં ફ્રીમાં દવાઓ આપી પોતાની ફરજ નિભાવી પરંતુ વડોદરા (Vadodara) ની સામાજિક સંસ્થા ટિમ રિવોલ્યુશનના ધ્યાનમાં આવ્યું કે તમામ સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલ ઓપરેશન (operation) માં વપરાતો સામાન દર્દી (patients) ના સગા સબંધીઓ પાસે મંગાવે છે જે ડોક્ટરો લખી આપે કે આ મેડિકલ સ્ટોર કે આ દુકાનેથી લાવજો તો દર્દીઓ પોતાના સગા સબંધીને બચાવવા જેતે જગ્યા પર જઈ મોંઘી કિંમતે સામાન લાવે છે.

ટિમ રિવોલ્યુશનના સ્થાપક સ્વેજલ વ્યાસે જણાવ્યું કે એક્ચુલી જેતે સામાન પર MRP પ્રાઇસ ખુબ ઊંચા દામની હોય છે. જેમકે Coutry Pencil જેની MRP 1050/- ની છે એ અમે 10% માર્જિન કાઢીને પણ આપીયે તો દર્દીને ફક્ત 98/- રૂપિયામાં પડે તેવી જ રીતે Dial Flow ની MRP છે 489/- જે અમે 10% માર્જિન સાથે પણ દર્દીને આપીયે તો ફક્ત 55/- રૂપિયાની પડે તેવી જ રીતે IOBAN 6650 ની MRP છે 1450/- જે અમે 10% માર્જિન કાઢીયે તો અમે 603/- રૂપિયા માં આપીયે. આવી તો હજારો વસ્તુઓ છે જે ઓપરેશનમાં વપરાય છે તેવી તમામ વસ્તુ મેડિકલ માફિયાઓના ઈશારે મોટી કિંમતમાં વેચાય છે જેમાં ડોક્ટર, નર્સ, સપ્લાયર, મેડિકલ સ્ટોર વાળા અને વચેટિયાઓ દર્દીને લૂંટીને કમાય છે. જે હવેથી ટીમ રિવોલ્યુશન લૂંટવા નહિ દે.

અમે આખા રાજ્યની કરોડો જનતાને રાહત દરે આ ઓપરેશનનો સામાન આપીશું, જેમાં ફક્ત 10% લાવવા લઈ જવાની વ્યવસ્થા અને GST તેમજ ડિલિવરીના ચાર્જ અને મેન પાવરના ખર્ચ માટે જ લઈશું અને જો કોઈ ગરીબ વ્યક્તિ છે તેવોના પાસે કોઈ ઈન્ક્મ નથી છોકરાઓ નથી, કોઈ કમાતું નથી એવા લોકોની ઘરે જઈ માહિતી એકત્ર કરી તમામ વસ્તુ ટીમ રિવોલ્યુશન એમને ફ્રીમાં આપશે. સાથે તેવા લોકોની ચકાસણી અને હોસ્પિટલમાં ખબર અંતર પણ પૂછશે અને ડોક્ટર જોડે સંપર્કમાં રહી ઉત્તમ સારવાર પણ કરાવશે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

વડોદરામાં 2 સરકારી મોટા હોસ્પિટલ છે તેમાં રોજ 100થી વધારે ઓપરેશન થાય છે. સાથે વડોદરાની પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ રોજ ઘણા બધા ઓપરેશન થાય છે તેવા તમામ દર્દીને આનો લાભ અપાવીશું. જે ઓપરેશનનો સામાન બહાર મેડિકલમાં 5000થી વધારે થતો હતો એ અમારે ત્યાં 1000ની આસપાસ થશે. તે રીતની મોંઘવારીમાં મધ્યમ વર્ગ અને અમીર વર્ગને આર્થિક સહાય થશે.

સ્વેજલ વ્યસે વધુમાં જણાવ્યું કે હજુ અમે બે એજન્સી જોડે જ આ સામાન ના ભાવતાલ કર્યા છે, જેમાં અમને આટલી મોટી રાહત થતી દેખાય છે, જેથી આવનાર સમયમાં અમે મુંબઈ, અમદાવાદ અને દિલ્હીની એજન્સીઓનો સપંર્ક કરી હજુ આ તમામ વસ્તુમાં ભાવ ઓછો કરાવી શહેરના નાગરિકોને રાહત અપાવીશું. અમે એજ સામાન અને વસ્તુ આપીયે છીએ જેની માંગ વધુ હોય છે, પણ સરકારી હોસ્પિટલમાં એ ફ્રીમાં નથી મળતી અને દર્દીને બહારથી લાવવું પડે છે.

અમારી પાસે બે એજન્સીઓના લિસ્ટ છે તેમાં મોટા ભાગની ઓપરેશનમાં વપરાતી વસ્તુઓ આવી જાય છે. તેના MRP ના લિસ્ટ અને અમને હોલસેલમાં મળતો ભાવ લખેલ છે અમે એ તમામ વસ્તુ આપીશું.

કઈ રીતે સેવા કાર્ય કરશે ટીમ રિવોલ્યુશન ?

સરકારી હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરતા પહેલા જરૂરી સામાન લાવાનું લિસ્ટ દર્દીને હોસ્પિટલ તરફથી આપવામાં આવશે જેની કોપી તરત અમારા જણાવેલ નંબર પર મોકલવાની રહેશે. દર્દીના બેડ નંબર અને તમામ જાણકારી સાથે, જેથી ગણતરીની મિનિટોમાં એ સામાન અમે દર્દીના બેડ પર પહોંચાડીશું તેમજ સરકારી લીગલ પ્રોસેસ કરતા અને તમામ પરમિશન તેમજ જરૂરી લાયસન્સ લેતા અમને 7 દિવસ જેવો સમય લાગી શકે છે ત્યાર બાદ હોસ્પિટલની અંદર અને નજદીકમાં મેડિકલ સ્ટોર ખોલી ત્યાંથી રાહત દરે અને મફતમાં અમે ઓપરેશનનો સામાન આપીશું.

ફ્રી માં વેચશો તો પૈસા ક્યાંથી લાવશે ટીમ રિવોલ્યુશન ?

ટીમ રિવોલ્યુશન આવી જ રીતે રાહત દરે અને તમામ જવાબદારી સ્વીકારી શહેરના લોકોને નજીવા દરે તીર્થ ધામોની યાત્રા કરાવે છે અગાઉ અમે વડોદરાથી 250 વ્યક્તિને કેદારનાથ લઇ ગયા હતા. હવે અમે અમરનાથ લઇ જવાના છીએ. જેમાંથી વધેલ પૈસાથી અમે એ ઓપરેશનનો સામાન ગરીબોને ફ્રીમાં આપીશું. યાત્રામાં સેવા પણ થશે અને એ પૈસાથી કોઈની જિંદગી પણ બચશે.

હોસ્પિટલના ડોક્ટરોની મેડિકલ સ્ટોર જોડેની ગોઠવણો પણ ખોલીશું

સ્વેજલ વ્યાસે પોતાની આગામી રણનીતિ અંગે જણાવ્યું કે આવનાર સમયમાં એન્ટિબાયોટિક દવા અને ઇન્જેક્શનોની પણ પોલ ખોલીશુ અને હોસ્પિટલના ડોક્ટરોની મેડિકલ સ્ટોર જોડેની ગોઠવણો પણ ખોલીશું. અમારા આ મેડિકલ માફિયાઓના લાખો કરોડોના ધંધા પર લાત પડશે તો અમારો વિરોધ પણ થશે. અમને ફસાવામાં પણ આવશે, ધાક ધમકી પણ આપશે અને અમારા પર હુમલા પણ કરવામાં આવશે. અમારા જીવની પણ અમે પરવા વગર હવે અમારી ટીમ રિવોલ્યૂશન એ મેડિકલ માફિયાઓ જોડે લડી લેવાનું નક્કી કરી જ લીધું છે, જેનો સીધો ફાયદો લાખો શહેરી જનોને વર્ષો સુધી મળતો રહેશે અને અમે સરકારી હોસ્પિટલમાં અમને ભાડા પટ્ટે રાહતના દરે જગ્યા આપે તેવી માંગ પણ કરીશું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">