Vadodara: સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઉજવાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આખું વિશ્વ વિશાળ જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે ત્યારે વડોદરા શહેર જિલ્લાના નાગરિકો યોગમય બની અભિયાનમાં સહભાગી થશે.

Vadodara: સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઉજવાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Vadodara: International Yoga Day
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jun 20, 2022 | 5:41 PM

વિશ્વભરમાં દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ (Yoga for Humanity) ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે વડોદરા (Vadodara) મહાનગર પાલિકા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની નિશ્રામાં જ્યારે શહેરના છાણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલ સવારે 6.00 કલાકે ઉજવણી કરવામાં આવશે.

મુખ્યમંત્રી સવારે 6.30 કલાકે રાજયના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે જેનુ જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરાશે. દેશભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે 6.40 કલાકે દિલ્હીથી વર્ચ્યુઅલી દેશવાસીઓને  સંબોધશે. જેનુ પણ જીવંત પ્રસારણ રાજયભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાશે. વડોદરા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે કલેકટર અતુલ ગોરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.

કલેકટર અતુલ ગોરે જણાવ્યું કે,વડોદરા શહેર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું અસરકારક આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કમાટીબાગ,પોલો ગ્રાઉન્ડ અને એમ. એસ. યુનિવર્સિટીમાં અદાણી ગૃપ દ્વારા યોગાભ્યાસ યોજાશે.વડોદરા જિલ્લાના તમામ તાલુકા મથકો, નગરપાલિકાઓ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજયના 33 જિલ્લાઓના જે 75 સ્થળોની પસંદગી કરાઈ છે તેમાં 18 જેટલાં ઐતહાસિક સ્થળો, 17 જેટલાં ધાર્મિક સ્થળો, 22 જેટલાં પ્રવાસન સ્થળો, 17 જેટલાં કુદરતી સ્થળો અને એક શૈક્ષણિક સ્થળની પસંદગી કરવામાં આવી છે.

આખું વિશ્વ વિશાળ જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે ત્યારે વડોદરા શહેર જિલ્લાના નાગરિકો ‘યોગમય ‘ બની અભિયાનમાં સહભાગી થશે. વડોદરા શહેર જિલ્લામાં યોજાનાર આ કાર્યક્રમોમાં સાંસદ, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે.

વડોદરા જિલ્લામાં દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકાઓ, સાથો સાથ શાળાઓ, કોલેજો,તમામ આઈ. ટી.આઈ યુનિવર્સિટીઓ, આરોગ્ય કેન્દ્રો, જેલો તથા તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપશે તેમ ગોરે જણાવ્યું હતું.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">