આ કંપની તેના કર્મચારીઓને આપી રહી છે મસ્તી કરવાની છૂટ, ખૂબ દારુ પીવો અને ટેસથી લઈ લો હેન્ગઓવર લીવ
એક ટેક કંપનીએ યુવા કર્મચારીઓને આકર્ષવા માટે એક અજીબ પ્રકારની લીવ ઓફર કરી રહી છે. જેમા કર્મચારીને હેન્ગઓવર લીવની પણ છૂટ મળશે. એટલે કે ખૂબ દારુ પીવો અને હેન્ગઓવર થવા પર આરામથી લીવ પણ લઈ લો.

વિશ્વના કેટલાક દેશો એવા છે જ્યાં કર્મચારીઓની ભારે અછત જોવા મળે છે. આ દેશોની કંપનીઓ કર્મચારીઓને આકર્ષવા માટે રચનાત્મક તરકીબો અજમાવી રહી છે. ‘ધ સન’ ની રિપોર્ટ અનુસાર કેટલીક મોટી કંપનીઓ જ્યા પગાર વધારો આપી રહી છે ત્યારે કેટલીક નાની કંપનીઓ વધુ પગાર નથી આપી શક્તી પરંતુ તેના બદલે અન્ય પ્રકારની રજાના લાભો ઓફર કરી રહી છે.
છેલ્લા ઘણા સમયથી જાપાનમાં મેનપાવરની કમી સર્જાઈ છે. જેના કારણે ત્યાંની કંપનીઓ આવા વિચિત્ર અને મનોરંજક તરકીબો અજમાવી કર્મચારીઓને આકર્ષી રહી છે. જેમા કર્મચારીઓને મનોરંજક રજઓ ઓફર કરી રહી છે. ઓસાકા સ્થિત એક ટેકનોલોજી કંપની TrustRing એ તેમને ત્યાં કર્મચારીઓને આકર્ષવા માટે વિવિધ પ્રકારની રજાઓ ઓફર કરી રહી છે.
આ કંપની આપશે હેન્ગઓવર લીવ
અહીં કર્મચારીઓને હેન્ગઓવર માટે રજા મળે છે. જેમા કર્મચારીઓને આરામ કરવાની અને તાજગી અનુભવ્યા બાદ કામ પર આવવાની છૂટ મળે છે. એક કર્મચારી જે આગલી રાત્રે દારુ પીધા બાદ બપોરે ઓફિસે પહોંચ્યો તો તેમણે કહ્યુ વધુ આરામ કર્યા બાદ તેની પ્રોડક્ટીવિટીમાં વધારો થયો છે.
ફેવરીટ સેલેબ્રિટી સંબંધિત આકસ્મિક ખબરો માટે પણ છૂટી મળશે
કંપની ‘સેલિબ્રિટી લોસ લીવ’ પણ આપે છે. જેમા એવી સવલત છે કે કર્મચારીને તેમના ફેવરીટ સેલેબ્રિટીના લગ્ન કે અન્ય કોઈ મોટી જાહેરાત માટે પણ છુટ્ટી લઈ શકે છે. વર્ષ 2021 માં, જ્યારે જાપાની સંગીતકાર અને અભિનેતા જનરલ હોશિનોએ અભિનેત્રી યુઇ અરાગાકી સાથેના તેમના લગ્નની જાહેરાત કરી, ત્યારે એક કર્મચારીએ રજા લીધી હતી.
કર્મચારીઓને આકર્ષે છે આવા પ્રકારની લીવ પોલિસી
કંપનીના પ્રમુખ ડાઇગાકુ શિમાડાએ જણાવ્યું હતું કે અન્ય કંપનીઓ કર્મચારીઓને દર મહિને 222,000 યેન (US$1,400)ના પગાર ઉપરાંત ઓવરટાઇમ વેતન ઓફર કરતી હોવા છતાં આ નીતિઓ તેમને ક્ષેત્રમાં સ્પર્ધાત્મક રહેવામાં મદદ કરે છે. હવે આ રજાની આ રણનીતિ કામ કરતી જણાઈ રહી છે. આવુ કરી TrustRingએ મજબૂત વ્યવસાયિક પ્રદર્શન કર્યું છે અને છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ કર્મચારીએ કંપની છોડી નથી.
એમ્પ્લોય માટે ઓફિસમાં જ બાર ની સુવિધા
કાર્યસ્થળના અનુભવને વધુ વધારવા માટે, કંપનીએ ઓફિસમાં એક બાર પણ બનાવ્યો છે. આવી અનોખી સુવિધાને વિશે ઓનલાઈન ઘણી ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો આ તરકીબની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે મજાક કરી કે ત્યાંના સ્ટાફે માત્ર વધારાની રજા લેવા માટે કેટલીક વધુ મનપસંદ સેલિબ્રિટી શોધવી જોઈએ.
અહીં અનહેપ્પી લીવ લેવાની પણ છૂટ
હવે ચીનમાં પણ આવી જ પદ્ધતિ અપનાવવામાં આવી છે. અહીં સુપરમાર્કેટ ચેન પેંગડોંગલાઈ ‘અનહેપી લીવ’ ઓફર કરે છે. જો કર્મચારીઓ તણાવગ્રસ્ત અથવા અસંતુલિત અનુભવે , તો તેઓ 10 દિવસની વધારાની રજા લઈ શકે છે. સંસ્થાપક યુ ડોંગલાઈએ કર્મચારીઓને જરૂર પડ્યે રજા લેવાની સ્વતંત્રતા આપવાના મહત્વ પર ભાર મૂક્યો છે.
