કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો જન્મદિવસે લેશે ગુજરાતની મુલાકાત, અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આજે જન્મદિવસ છે. જ્યારે ફરી એક વાર અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. એક દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહ અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આજે જન્મદિવસ છે. જ્યારે ફરી એક વાર અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. એક દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહ અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસની શરૂઆત આણંદથી કરશે. આજે સવારે 10-45 વાગ્યે અમિત શાહ આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDBની સ્થાપનાના 60 વર્ષની ઉજવણી નિમિતે આયોજીત હીરક જયંતિ વર્ષ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
અમિત શાહ ગાંધીનગરની મુલાકાત લેશે
આણંદના કાર્યક્રમ બાદ અમિત શાહ ગાંધીનગર જશે. ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં સચિવાલય વિભાગોના વિવિધ અધિકારીઓ માટે આયોજીત એક દિવસ લેજીસ્લેટીવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જે અંતર્ગત બપોરે 2 વાગ્યે અમિત શાહ વિધાનસભા ગૃહમાં સંબોધન કરશે. બપોરે 3-15 વાગ્યે અમિત શાહ સેક્ટર-8માં ગાંધીનગર મહાનગરના નવા કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરશે.
HM Amit Shah’s #Gujarat Visit; will attend NDDB 60th foundation day celebration #Anand #TV9Gujarati #TV9News pic.twitter.com/au1QXRbyao
— Tv9 Gujarati (@tv9gujarati) October 22, 2024
અમતિ શાહ ત્યારબાદ બપોરે 4-15 વાગ્યે તેઓ મહાત્મા મંદિરમાં આયોજીત 14મા અખિલ ભારતીય હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા સંમેલનને પણ સંબોધિત કરશે. સાંજે 5-30 વાગ્યે અમિત શાહ કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં આયોજીત નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત શિષ્યવૃતિ વિતરણ સમારોહમાં હાજરી આપશે.
ગુજરાત વિધાનસભામાં આજે યોજાશે વિશેષ ટ્રેનિંગ પ્રોગ્રામ
ગુજરાત વિધાનસભામાં આજે વિશેષ ટ્રેનિંગ પ્રોગ્રામનું યોજાશે. સચિવાલયના અધિકારીઓ માટે લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાશે. ગૃહપ્રધાન અમિત શાહ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સંબોધન કરશે. CM ભૂપેન્દ્ર પટેલ, પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો સહિતના લોકો ઉપસ્થિત રહેશે. પૂર્વ CM, પૂર્વ ડેપ્યુટી CM, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પણ હાજર રહેશે.
ટ્રેનિંગ પ્રોગ્રામમાં 100થી વધુ પૂર્વ ધારાસભ્યો પણ સહભાગી બનશે. સચિવાલયના ઉચ્ચ અધિક મુખ્ય સચિવ સહિત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ અગાઉ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે અનેક કાર્યોમાં હાજરી આપી હતી.